www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓ નિહાળવા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા


એઈમ્સ-હીરાસર-રેસકોર્ષ સહિતના સ્થળોની તથા રોડ-શોના માર્ગોનું નિરીક્ષણ કરશે: સાંજે દ્વારીકા જશે

સાંજ સમાચાર

રાજકોટ: આગામી રવિવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને રાજકોટ-ગાંધીનગરથી દિલ્હી-મુંબઈના ટોચના સરકારી અધિકારીઓ શ્રી મોદીના દ્વારીકા-રાજકોટ કાર્યક્રમ માટે સંકલન કરી રહ્યા છે તે સમયે હવે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી આજે આ તૈયારીઓનું નિરીક્ષણ કરવા તથા જરૂરી માર્ગદર્શન આપવા આજે રાજકોટ આવ્યા છે.

શ્રી સંઘવી બપોરના 3 વાગ્યે રાજકોટ પહોંચ્યા બાદ મેયર બંગલે જઈને શહેર ભાજપ પ્રમુખ અને પક્ષના નેતાઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ તેઓ એક બાદ એક સ્થળની મુલાકાતે જવા રવાના થશે અને તેઓ રેસકોર્ષ, એઈમ્સ, હિરાસર એરપોર્ટ સહિતના સ્થળોની મુલાકાત લઈને સાંજે કલેકટર કચેરી ખાતે ઉચ્ચ કક્ષાની બેઠક યોજે તેવા સંકેત છે.

ગૃહ રાજયમંત્રીના આગમનથી જ શહેરનું પોલીસ તંત્ર પણ સજજ થઈ ગયુ છે. કાલે વડાપ્રધાનની મુલાકાતનું રીહર્લસર પણ યોજાશે અને રવિવારે બપોરે વડાપ્રધાનના આગમનથી જ સમગ્ર ઉત્સાહ ચરમસીમાએ હશે. રાજકોટ બાદ તેઓ તા.24ના વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારી નિહાળવા દ્વારીકા પણ જશે.

 

Print