www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગીર સોમનાથ જીલ્લાના 955થી વધુ લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર


સાંજ સમાચાર

(મીલન ઠકરાર) વેરાવળ,તા.12
 

‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.2,993 કરોડના ખર્ચે 1,31,450થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડિનાર, પ્રાચી અને ઉના ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમોમાં કુલ 955 આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં.

આ કાર્યક્રમના ઉપલક્ષમાં પ્રાચીમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં કારડિયા રાજપૂત સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના 220, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના 70, આંબેડકર આવાસ યોજનાના 6 આવાસો એમ કુલ 296 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ, કોડિનાર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના 100, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના 34, આંબેડકર આવાસ યોજનાના 3 આવાસો એમ કુલ 137 આવાસોનું લોકાર્પણ કરાયું હતું. જ્યારે ધારાસભ્ય કે.સી.રાઠોડની ઉપસ્થિતિમાં ઉના તાલુકામાં રાવણાં વાડી, ત્રિકોણબાગ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના 212, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના 36, આંબેડકર આવાસ યોજનાના 10 એમ કુલ 258 આવાસોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. 

Print