www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મુકેશ અંબાણીએ 67માં જન્મદિવસે સિદ્ધિ વિનાયક મંદિરે શિશ ઝુકાવ્યું


નાના પુત્ર અનંત, મોટા પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકાએ પણ સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કર્યા

સાંજ સમાચાર

મુંબઈ,તા.20
પોતાના 67માં જન્મ દિવસે રિલાયન્સના ચેરમેન અને એશિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણી સાથે મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિરે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.

આ તકે મુકેશ અંબાણીએ સાદા સફેદ કુર્તા-પાયજામામાં અને અનંત અંબાણી પણ એવા જ ડ્રેસમાં જોવા મળ્યા હતા. પુરા અંબાણી પરિવારે પારંપરિક વસ્ત્રો પહેર્યા હતા, અંબાણી પરિવારની સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત દરમિયાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હતો.

પિતાના જન્મદિને સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાતે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અને તેમના પત્ની શ્લોકા પણ આવ્યા હતા.

 

 

Print