www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

14 વિદેશી શહેરોમાં પણ NEET-UG પરીક્ષા લેવાશે


♦ 5 મે મહિનામાં મેડિકલની પ્રવેશ પરીક્ષા

સાંજ સમાચાર

♦ અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 9મી માર્ચ

નવી દિલ્હી, તા 22 
મેડિકલ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) વિદેશના 14 શહેરોમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારે જાહેરાત કરી. મેડિકલની પ્રવેશ પરીક્ષા 5 મેના રોજ યોજાશે 

NTAએ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ અપીલ બાદ આ પગલું ભર્યું છે. આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલી પરીક્ષા સંબંધિત માહિતીમાં પરીક્ષા લેવા માટે ભારત બહારના કેન્દ્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નિટ પરીક્ષા માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 9 માર્ચ છે.

NTAના વરિષ્ઠ નિર્દેશક (પરીક્ષા) સાધના પરાશરે જણાવ્યું કે, આ પરીક્ષા 12 દેશોના 14 વિદેશી શહેરોમાં પણ લેવામાં આવશે. તેમાં દુબઈ, અબુ ધાબી, શારજાહ (યુએઈ), કુવૈત સિટી (કુવૈત), બેંગકોક (થાઈલેન્ડ), કોલંબો (શ્રીલંકા), દોહા (કતાર), કાઠમંડુ (નેપાળ), કુઆલાલંપુર (મલેશિયા), લાગોસ (નાઈજીરીયા), મનામા (બહેરીન), મસ્કત (ઓમાન), રિયાધ (સાઉદી અરેબિયા) અને સિંગાપોરનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારની  NEET-MDS  પરીક્ષા પર વિચારણા 
નવી દિલ્હી, તા 22 

સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રને નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરી (NEET-MDS) પરીક્ષા અંગે તાત્કાલિક નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, સરકારે આ મામલે નિર્ણય લેવો જોઈએ. સુનાવણી દરમિયાન, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

કોર્ટ NEET-MDS 2024 પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી.ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કહ્યું કે કટઓફ ડેટ વધારવી અમારા માટે મુશ્કેલ છે. આ મુદ્દો પોલિસી વિસ્તારનો છે. સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે.

ખંડપીઠે કહ્યું કે અમે આ મુદ્દે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. આ પછી કોર્ટે કેન્દ્રને એક સપ્તાહની અંદર નિર્ણય લેવા કહ્યું હતું.

 

કરેક્શનની તક મળશે 
વિદ્યાર્થીઓએ NEET UG  અરજી ફોર્મ ભર્યું છે અને તેઓ તેમનું પરીક્ષા કેન્દ્ર બદલવા માગે છે, ત્યારે તેઓને જ્યારે કરેક્શન વિન્ડો ખુલશે ત્યારે કેન્દ્ર બદલવાની તક મળશે. આ ઉપરાંત વિદેશમાં રહેતા ઉમેદવારો પણ આ સમયગાળા દરમિયાન તેમના વિદેશ કેન્દ્રો બદલી શકશે. NEET UG  પરીક્ષા સમગ્ર ભારતમાં 554 કેન્દ્રો પર લેવામાં આવશે.

 

Print