www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હવે સોની 900 કર્મચારીઓની છટણી કરશે: ટેક જગતમાં ખળભળાટ


સાંજ સમાચાર

લંડન, તા.28
વૈશ્ર્વિક સ્તરે આર્થિક સ્લોડાઉનની અટકળો વચ્ચે છટણીના સિલસિલામાં જાયન્ટ કંપની સોની પણ જોડાઇ છે અને 900થી વધુ કર્મચારીઓની હકાલપટ્ટી જાહેર કરી છે.
કંપનીના સીઈઓ જિમ રાયને કહ્યું કે કંપનીના તમામ ક્ષેત્રોમાં કર્મચારીઓને છટણીથી અસર થશે. પ્લેસ્ટેશનનો લંડન સ્ટુડિયો સંપૂર્ણપણે બંધ રહેશે, અન્ય કેટલાક સ્ટુડિયોને પણ અસર થશે.

સોનીએ કહ્યું હતું કે તે માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષમાં ઙજ5 ના 21 મિલિયન યુનિટ્સ વેચવાની અપેક્ષા રાખે છે, જે લગભગ 25 મિલિયન ક્ધસોલની અગાઉની આગાહી કરતાં ઓછી છે. કંપનીના અનુમાનમાં કાપની જાહેરાત બાદ કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

કંપનીમાં છટણીના સમાચાર આવ્યા બાદ ટેક જગતમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી ઘણી મોટી કંપનીઓમાં કોસ્ટ કટિંગ અને છટણીની જાહેરાતો સતત કરવામાં આવી રહી છે. ગૂગલ, મેટા, ટ્વીટર ઉપરાંત ઘણી મોટી કંપનીઓમાં છેલ્લા કેટલાય મહિનાઓથી નોકરીનું સંકટ છે.

 

Print