www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હવે નિકાસ કૌભાંડ: ટમેટાના નામે વિદેશમાં ડુંગળી મોકલવાનું કારસ્તાન


83 ટન ડુંગળી જપ્ત: કસ્ટમ વિભાગ ચોંક્યું

સાંજ સમાચાર

અમદાવાદ, તા.23
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ નિકાસકારો દ્વારા છેતરપીંડી કરવાની કેટલીક નવી રીતોને પ્રોત્સાહન આપે છે. આવા જ એક ક્ધસાઇનમેન્ટમાં કસ્ટમ અધિકારીઓને ટમેટાની આડમાં ડુંગળીની નિકાસ થતી હોવાનું જણાયું હતું.

કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ બોર્ડના અધ્યક્ષ સંજયકુમાર અગ્રવાલે અહેવાલ આપ્યો કે નાગપુર કસ્ટમ્સ કમિશનરેટે 82.93 ટન ડુંગળીની ગેરકાયદે નિકાસ કરવાનો પ્રયાસ ગેરકાયદે નિકાસ કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. જેના પર ભારત સરકાર દ્વારા માર્ચ 2024 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તપાસ ટાળવા માટે નિકાસકારોએ ટમેટા તરીકે માલસામાનને ખોટી રીતે જાહેર કર્યો હતો.

મિકેનિઝમ સમજાવતા, કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઝડપી કિલ્યરન્સ મેળવવાના પ્રયાસરૂપે 90 ટકા ક્ધસાઇનમેન્ટ સ્વ-પ્રમાણપત્રના આધારે ક્લિયર કરવામાં આવે છે અને ડ્યુટી સ્વ-મૂલ્યાંકનના આધારે ચૂકવવામાં આવે છે. બાકીના 10 ટકા માલસામાનને આયાતદારો અથવા નિકાસકારોના રિસ્ક પ્રોફાઇલના આધારે નિરીક્ષણ માટે પસંદ કરવામાં આવે છે.

એવી શક્યતા છે કે સુવિધાના પગલાનો ઉપયોગ કરીને ઇરાદાપૂર્વક ખોટી ઘોષણા થઇ હશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. સ્થાનિક બજારમાં પૂરતો પૂરવઠો અને ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સરકારે શરુઆતમાં ડુંગળીની નિકાસ પર 40 ટકાના દરે કસ્ટમ ડ્યુટી લાદી હતી તે પછી 8 ડિસેમ્બર 2023ના રોજ સરકારે 31 માર્ચ સુધી ડુંગળીનીનિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ અઠવાડિયે એવી જોરદાર ચર્ચા હતી કે સરકાર પ્રતિબંધ હટાવવા જઇ રહી છે. જો કે મંગળવારે ગ્રાહક બાબતોના સચિવ રોહિતકુમાર સિંહે સ્પષ્ટતા કરી હતી કે પ્રતિબંધ ચાલુ રહેશે. દરમ્યાન આંતર-મંત્રાલય જુથની મંજુરી પછી મૈત્રીપૂર્ણ દેશોમાં ડુંગળીની નિકાસ કેસ-ટુ-કેસ આધારે મંજુરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

 

Print