www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાશીના સાંસદ છોટા કાશીમાં .. PM in Saurashtra

જામનગરમાં વડાપ્રધાન મોદીનું આગમન : રોડ શોમાં 'મોદી મોદી', 'જય શ્રી રામ'ના નારા લાગ્યા : સેંકડો લોકોએ અભિવાદન કર્યું


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સહિતના નેતાઓએ એરપોર્ટ પર સ્વાગત કર્યું

સાંજ સમાચાર

જામનગર : જામનગર એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાત્રિના આગમન થયા બાદ જાજરમાન રોડ યોજાયો હતો. શહેરના દિગ્જામ સર્કલથી માંડી શરૂ સેક્શન રોડ, ઓસવાલ સેન્ટર સુધી આ ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં ખાસ બુલેટ પ્રુફ કારમાં સવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનને સત્કારવા માટે સેંકડો લોકો રસ્તાની બન્ને બાજુ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન મોદી... મોદી... અને જય શ્રી રામના ગગનભેદી નારા ગુંજીયા હતા. થોડી વાર બાદ વડાપ્રધાન ગાડીની બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ગાડીમાં તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ એરપોર્ટ ખાતે આગમન થતાં તેઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વાગતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદ સી. આર.પાટિલ, કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ચીફ સેક્રેટરી રાજકુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, એસપી પ્રેમસુખ ડેલું, રમેશભાઈ મૂંગરા, વિમલભાઈ કગથરા, સહિતના આગેવાનો જોડાયા હતા. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રોડ-શો બાદ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ અર્થે પહોંચ્યા હતા. રાત્રિ ભોજન લીધા બાદ આવતીકાલે વહેલી સવારે દ્વારકા જવા રવાના થશે અને દ્વારકાના ઘરેણા સમાન સિગ્નેચર બ્રિજ (હવે સુદર્શન સેતુ બ્રિજ)નું લોકાર્પણ કરશે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને જંગી જનસભા અને સંબોધશે છે. અને ત્યારબાદ રાજકોટ ખાતે પહોંચશે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાનની આ ત્રણ દિવસમાં બીજી ગુજરાતની મુલાકાતે છે.

Print