www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલના આંબરડી ગામે દુષ્કર્મની ઘટનામાં આરોપીને દબોચી લેતી પોલીસ


પોલીસમાં ફરિયાદ થતા તપાસનો ધમધમાટ

સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.12
 

ગોંડલ તાલુકાના આમ્બરડી ગામે સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા તાલુકા પોલીસે બળાત્કારીને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ આમ્બરડીમાં રહેતી સગીરા રાત્રીનાં સમયે તેના ઘરની બહાર રમતી હતી. આ વેળા ગામ માંજ રહેતા જસ્મીત મનસુખભાઇ સોલંકી નામનાં શખ્સે સગીરાને તેણીનાં ઘરની બાજુમાં આવેલા વાડામાં બોલાવી બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યુ હતુ.બાદમાં ઘરે પંહોચી સગીરાએ તેની માતાને જાણ કરતા તેણીની માતાએ તાલુકા પોલીસ માં જસ્મીત સોલંકી સામે ફરિયાદ કરતા પી.એસ.આઇ.જે.એમ.ઝાલાએ તપાસ હાથ ધરી દુષ્કર્મ આચરનાર જસ્મીત ને જડપી લઇ કાર્યવાહી કરી હતી.

Print