www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં કર્યું સ્કુબા ડાઈવિંગ, સમુદ્ર નીચે પૌરાણિક સોનાની નગરીના દર્શન કર્યા


સાંજ સમાચાર

દ્વારકા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકા જગત મંદિરે આજે દર્શન કર્યા બાદ પંચકુઈ બીચ પહોંચ્યા હતા, અરબી સમુદ્રમાં કિનારેથી 2 નોટિકલ માઈલ દરિયા વચ્ચે પહોંચી સ્કુબા ડાઈવિંગ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ અગાઉ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્કુબા ડાઈવિંગ પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કરીને પૌરાણિક નગરીના અવશેષો નિહાળ્યા હતા.   બાદમાં તેમણે એક્સ પર આ અનુભવની વાત કરતા લખ્યું કે, ‘પાણીમાં ગરકાવ દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવાનો અનુભવ દિવ્ય રહ્યો. મેં અધ્યાત્મિક ઊંચાઈ અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાણ અનુભવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.’

Print