www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં યુવાનો પર 15 વર્ષના અભ્યાસ બાદ આ દાવો કરવામાં આવ્યો છે.

ત્રણ વર્ષ માટે ધૂમ્રપાન છોડો, તમે વધુ છ વર્ષ જીવશો


સાંજ સમાચાર

રાજકોટ,તા.12
ટોરંટો ધૂમ્રપાન કરનારાઓના ધૂમ્રપાન ન કરાનારા કરતા સરેરાશ 13 વર્ષ ઓછા જીવે છે 40 થી 79 વર્ષની વચ્ચેના આવા લોકોના મૃત્યુનું જોખમ ત્રણ ગણ વધારે છે.યુનિવર્સિટી ઓફ ટોરોન્ટ્રોમાં 15 વર્ષના સંશોધન બાદ આ દાવો કરવામાં આવ્યો છે.

સંશોધન મુજબ ત્રણ વર્ષ સુધી ધૂમ્રપાન છોડવાથી તમારી આયુ છ વર્ષ સુધી વધી શકે છે.આ અભ્યાસ સંશોધન જર્નલ NEZM  એવિન્ડન્સમાં પ્રકાશિત થયો છે. સંશોધન અમેરિકા બ્રિટન તે કેનેડા અને નોર્વેમાં 15 લાખ યુવાનો પર હાથ ધરવામાં આવ્યું હતું.આ યુવાનો પર 15 વર્ષ સુધી નજર રાખવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન 1.22 લાખ યુવાનો મૃત્યુ પામ્યા હતાં. 

ભારતની સ્થિતિ
હાલમાં વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો ધૂમ્રપાન કરે છે. 
ભારતમાં 7.48 કરોડ લોકો ધૂમ્રપાન કરે છે.તેમાંથી 6.90 કરોડથી વધુ પુરૂષો છે.
ભારત 2025 સુધીમાં તમાકુનો ઉપયોગ 30 ટકા ઘટાડવાના માર્ગ પર છે.

જોખમ ઘટાડે છે
ધૂમ્રપાન છોડવાથી કેન્સર સહિત અનેક રોગોનું જોખમ ઘટી જાય છે. પ્રો.પ્રભાત ઝાએ કહ્યું કે ઘણા લોકો એવું વિચારે છે કે ધૂમ્રપાન છોડવામાં મોડું થઈ ગયું છે પરંતુ આમ કરવાથી તમે મોટી બીમારીઓનું જોખમ ઘટાડો શકો છે.

ધૂમ્રપાન છોડવું ફાયદાકારક છે. 40 વર્ષની ઉંમર પહેલા ધૂમ્રપાન છોડી દેનાર વ્યકિત તંદુરસ્ત જીવન જીવી શકે છે અને ધૂમ્રપાન કરતા લોકો કરતાં વધુ જીવન જીવે શકે છે. 

 

 

Print