www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટનો કુખ્યાત રજાક સમા મહેસાણામાં જુગાર ક્લબ ચલાવતો’તો : SMC નો દરોડો : 19 ઝડપાયા


♦ ઘોડી પાસાનો જુગાર રમવા રાજકોટ, અમદાવાદ, મુંબઈ, કાલાવડ, જૂનાગઢ, અંકલેશ્વર, ગોંડલ, જામનગર, વગેરે સ્થળોથી જુગારીઓ કડી તાલુકાના આગોલ ગામે આવતા હતા

સાંજ સમાચાર

♦ 2.46 લાખની રોકડ, 1 લાખની કિંમતના 22 મોબાઈલ ફોન, 32.50 લાખની કિંમતના 10 કાર-બાઈક મળી રૂા.35.97 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો

♦ રજાક સાથે રાજકોટનો હબીબ ઠેબા પણ ક્લબ ચલાવવામાં ભાગીદાર હતો, 15 દિવસથી જુગારનો અખાડો ધમધમતો હતો

રાજકોટ, તા.26
રાજકોટનો કુખ્યાત રજાક સમા મહેસાણામાં ઘોડી પાસાની જુગાર ક્લબ ચલાવતો હતો. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 19 આરોપીને ઝડપી લીધા હતા. અહીં ઘોડી પાસાનો જુગાર રમવા રાજકોટ, અમદાવાદ, મુંબઈ, કાલાવડ, જૂનાગઢ, અંકલેશ્વર, ગોંડલ, જામનગર, વગેરે સ્થળોથી જુગારીઓ કડી તાલુકાના આગોલ ગામે જુગાર રમવા આવતા હતા. રજાક સમા સાથે રાજકોટનો હબીબ ઠેબા પણ ક્લબ ચલાવવામાં ભાગીદાર હતો. 15 દિવસથી જુગારનો અખાડો ધમધમતો હતો. ઉલ્લેખનીય છે કે, વંથલી તાલુકાના ધંધુસરમાં વીસેક દિવસ પહેલા જ એસએમસીએ રેડ કરી રજાકની જુગાર ક્લબ ઝડપી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલની કડક કાર્યવાહીથી ગુજરાતભરમાં ગુનેગારો થરથર ધ્રૂજે છે ત્યારે ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સતત કાર્યવાહીમાં એક્ટિવ છે.

ગઈકાલે પીએસઆઈ આર. જી. ખાંટ અને તેમની ટીમે બાતમીના આધારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામે ખેતર-વાડી ધરાવતા અહેમદ જામાભાઈ સિપાઈની વાડીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ઘોડી પાસાની ક્લબ ચલાવતો રાજકોટનો કુખ્યાત આરોપી રજાક ખમીશાભાઈ સમા (રહે.કોઠારિયા રોડ- રાજકોટ), પરાગ વલ્લભભાઈ વડેરા (રહે. અમદાવાદ), નરેન્દ્ર ભગવાનજી પુંજાણી (રહે. વેસ્ટ મુંબઈ), હિરેન શૈલેષભાઈ તન્ના (રહે.રાજકોટ), સોહિલ અશરફભાઈ બેલિમ (રહે.રાજકોટ), મોહસીન હબીબભાઈ કાઝી (રહે.કાલાવડ, જિ. જામનગર), રવિ હિરાભાઈ જગાડા (રહે.જૂનાગઢ), ઈર્શાદ બકરૂદ્દીન શાહ (રહે.અંકલેશ્વર, જિ. ભરૂચ), કાળુ બહાદુરભાઈ કુકરેજા (રહે.મુંબઈ), ઈમરાન સલીમ કાઠી (રહે.જૂનાગઢ), હારુન હનિફભાઈ હાલા (રહે.જૂનાગઢ), આદમ હુસેનભાઈ હાલા (રહે.જૂનાગઢ), મયુર કાથડભાઈ મૈયડ (રહે.રાજકોટ), રાજેશ જયંતીભાઈ વાઘેલા (રહે.ગોંડલ, જિ. રાજકોટ), જયેશ શશીભાઈ સાતા (રહે. રાજકોટ), ગફાર આદમભાઈ સમા (રહે.રાજકોટ) અને અસલમ દાઉદભાઈ જાદવ (રહે.મહેસાણા)ને ઝડપી લેવાયા હતા.

જુગારધામનો અન્ય સંચાલક હબીબ કાળુભાઈ ઠેબા (રહે.રાજકોટ) અને જુગાર રમવા આવેલ હૈદર પીરુભાઈ વાઘેલા, રફીક પીરુભાઈ વાઘેલા, મોહસીન ગુલાબભાઈ વાઘેલા, મહેબુબ (રહે. બધા રાજકોટ) ફરાર થઇ ગયા હતા. ભાગી છુટેલ લોકો સહિત એસએમસીએ  11 આરોપીને ફરાર દર્શાવ્યા છે. જેમાં ઝડપાયેલા વાહનના માલિકો અને વાડી માલિક અહેમદ સિપાઈની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

Print