www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રિલાયન્સની જીયો ફાયનાન્સીયલે રૂા.2 લાખ કરોડનું માર્કેટ કેપ હાંસલ કર્યુ


મુકેશ અંબાણીની વધુ એક કંપનીની સિદ્ધિ

સાંજ સમાચાર

મુંબઈ: દેશના સૌથી મોટા કોર્પોરેટ ગૃહ તરીકે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક બાદ એક નવા સિમાચિન્હો મેળવતી જાય છે અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની પ્રથમ રૂા.20 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગયા બાદ હવે તેની ફાયનાન્સીયલ કંપની જીયો ફાયનાન્સીયલ સર્વિસે રૂા.2 લાખ કરોડનું માર્કેટ કેપ મેળવ્યું છે.

આ વર્ષે તેના શેરના ભાવમાં 35%નો વધારો નોંધાયો છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેરનો ભાવ પણ તા.23ના રોજ સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો છે. આજે રીલાયન્સ જીયો ફાઈનાન્સીયલનો શેરનો ભાવ રૂા.326 થયો છે જેથી તેનું માર્કેટ કેપ વધીને રૂા.2.08 લાખ કરોડ નોંધાયું છે.

હાલ શેરબજારમાં કુલ 39 કંપનીઓ રૂા.2 લાખ કરોડ કે તેથી વધુનું માર્કેટ કેપ ધરાવે છે. જીયો ફાઈનાન્સીયલે ડિસેમ્બર કવાટરમાં રૂા.293 કરોડનો નફો કર્યો છે.

 

 

Print