www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોરાજીના બિસ્માર બનેલા જેતપુર રોડનું મરામત કામ શરૂ


ગાબડાઓ બુરવાનું અંતે શરૂ કરાયું

સાંજ સમાચાર

ધોરાજી તા.12
 

 ધોરાજીના બીસ્માર જેતપુર રોડનું મરામત કામ શરૂ કરી ખાડાઓ બુરવાનું ચાલું કરાયું છે.
 ધોરાજીના જુદા જુદા રોડ જેવા કે જેતપુર રોડ, સરદાર ચોક સહીતના રોડમાં મસમોટા ખાડાઓ પડેલ હતા. આ ખાડાઓ અંગે અનેક વખત રજુઆતો થયેલ હતી.
 બાદમાં તંત્ર દ્વારા ખાડા બુરવાનું ચાલુ કરાતા યુવા અગ્રણી પરેશભાઈ વાગડીયા અને મહેશભાઈ પટેલ સાથે રહીને ખાડાઓ બુરવાની કામગીરી ચાલુ કરાયેલ હતી. નાગરીકો અને વાહન ચાલકોને હવે રોદા ખાવા નહીં પડે.

Print