www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર યુનિ.ની ક્રિકેટ ટીમ નેશનલ કક્ષાએ રનર અપ: ઓલ ઈન્ડિયામાં કવોલીફાય થઈ


યુનિ.ના કુલપતિ નિલાંબરી દવેએ ટીમનાં કોચ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી

સાંજ સમાચાર

રાજકોટ,તા.28
 

સૌરાષ્ટ્ર યુનિ.ની ક્રિકેટ (પુરૂષ) ટીમ નેશનલ કક્ષાએ રનર અપ થઈ ઓલ ઈન્ડિયા રમત માટે કવોલીફાય થતા કુલપતી પ્રોફે.નિલાંબરીબેન દવેએ ટીમનાં કોચ અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે

સૌરાષ્ટ્ર યુનિ.ક્રિકેટ ટીમ વેસ્ટઝોન નેશનલમાં કુલ ચાર મેચો જીતી પ્રથમ વખત ઓલ ઈન્ડિયા લેવલે ભાગ લેવા જશે ગુજરાત અને યુનિ.નું ગૌરવ વધારનાર ક્રિકેટ ટીમને આધુનિક સુવિધા સાથે કોચિંગ કેમ્પ પણ આપવામાં આવશે ઓલ ઈન્ડિયા લેવલે જીત મેળવે તેવી શુભેચ્છા આપવામાં આવી છે.

Print