www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ને મળ્યો વધુ એક એવોર્ડ

સૌરાષ્ટ્ર ટીમને સર્વશ્રેષ્ઠ ‘સ્ટેટ ટીમ ઓફ ધી ઇયર’ના ખિતાબથી સન્માનિત


♦ મુંબઈ ખાતે ધી હિન્દુ અખબાર દ્વારા આયોજિત સ્પોર્ટ્સસ્ટાર એસ સ્પોર્ટ્સ એવોર્ડ સમારોહમાં મળ્યું વિશેષ સન્માન : એસો.વતી પ્રમુખ જયદેવ શાહે એવોર્ડ સ્વીકાર્યો

સાંજ સમાચાર

♦ ચેન્નઈ સુપર કિંગ્સ (ક્રિકેટ),  મોહન બગાન (ફૂટબોલ), અમદાવાદ ડિફેન્ડર્સ (વોલીબોલ) જેવી અન્ય ક્લબ / સ્ટેટ ટીમો પણ નોમીનેશનમાં સામેલ હતી : સુનીલ ગાવસ્કર સહિતના દિગ્ગજોની જયુરી પેનલ દ્વારા નિર્ણય લેવાયો

મુંબઈ,તા.9
હાલમાં બીસીસીઆઇના નમન એવોર્ડ્સમાં બેસ્ટ એસોસિએશન નો એવોર્ડ મેળવ્યા બાદ હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ને ગત સાંજે વધુ એક એવોર્ડ થી સન્માનિત કરાયા છે. આ એવોર્ડ મુંબઈના તાજ મહાલ હોટેલમાં યોજાયા હતા. દેશનું જાણીતું ધી હિન્દુ અખબાર દ્વારા સ્પોર્ટ્સસ્ટાર એવોર્ડ ઓફ ધી ઇયરમાં શ્રેષ્ઠ સ્ટેટ ટીમનો ખિતાબ હાંસલ થયો.

આ એવોર્ડ મેળવવા માટે ચેન્નઈ સુપર કિંગ્સ (ક્રિકેટ), અમદાવાદ ડિફેન્ડર્સ (વોલીબોલ), મોહન બગાન (ફૂટબોલ) સહિતની ક્લબ / સ્ટેટ ટીમો નોમીનેશનમાં હતી. આ એવોર્ડમાં જજોની પેનલ નિયુક્ત કરવામાં આવી હતી જેમાં તેના મુખ્ય નિર્ણાયક કરનાર સુનીલ ગાવસ્કર હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની વિવિધ ટીમો વર્ષ 2022-2023 માં રણજી ટ્રોફી, વિજય હઝારે, અંડર 25 સહિતની ટ્રોફીઓ જીતી હતી,

જે એક જ વર્ષમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ દેવા માટે ઈનામ અપાયું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.વતી પ્રમુખ જયદેવ શાહે એવોર્ડ સ્વીકાર્યો હતો. તેઓએ સંબોધન કરતા કહ્યું કે તેઓ હિદનું ગ્રુપના આભારી છે. આ ઉપરાંત તેઓએ સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે સૌથી વધુ યોગદાન જેઓનું રહ્યું છે અને વર્લ્ડ ક્લાસ ઈન્ફરાસ્ટ્રક્ચર આપવા માટે ફાધર ઓફ સૌરાષ્ટ્ર ક્રિકેટ શ્રી નિરંજનભાઈ શાહને યાદ કર્યા. અને સાથોસાથ એક સમયે મુંબઇ રણજી ટીમના સતત જીતને યાદ કર્યું, ખાસ કરીને સુનીલ ગાવસ્કર જીનું મૌખિક અભિવાદન કર્યું હતું.

Print