www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચકલી બચાવો અભિયાન


સાંજ સમાચાર

પ્રકૃતિ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન હેતું કાર્યરત સંસ્થા ઇસીડીસી ટ્રસ્ટ દ્વારા

ગાંધીનગરના વાસણ મુકામે પ્રાથમિક શાળામાં પર્યાવરણ સંરક્ષણ હેતુ પર્યાવરણ બચાવવા માટે બાળકોને ચકલી બચાવો અભિયાન અંતર્ગત લુપ્ત થતી પ્રજાતિનું પક્ષી ચકલીને બચાવવા માટેની સમજણ બાળકોને આપવામાં આવી અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું તે સાથે વૃક્ષનું માનવજીવન માટે શું મહત્વ છે તે સમજાવીને બાળકોને વૃક્ષ વાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો. 

આ કાર્યક્રમમાં સમર્પણ કોલેજના એન.એસ.એસ ના ઈન્ચાર્જ શ્ર્વેતાબેન, ઊભઉભ ટ્રસ્ટના ટ્રસ્ટી રજનીશભાઈ પટેલ સાથે એસ એન પટેલ અને પ્રાથમિક શાળાના શિક્ષક કુંજનબેન અને ટીચર્સ અને અન્ય સમર્પણ કોલેજના સ્ટુડન્ટ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.

Print