www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સ્કુબા ડાઈવીંગ મોદીનો સરપ્રાઈઝ કાર્યક્રમ: અડધી કલાકને બદલે 1 કલાક ગાળ્યો: દ્વારકા પ્રવાસનને પ્રોત્સાહન મળશે


સાંજ સમાચાર

ગુજરાતનાં બે દિવસના પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દ્વારકાના પ્રવાસ દરમ્યાન દરીયામાં સ્કુબા ડાઈવીંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ અત્યંત ખાનગી રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાનના આ સ્કુબા ડાઈવીંગની વાત વાઈરલ થતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા.

આ દરમ્યાન તેઓ 15 થી 20 મીનીટ દરીયામાં રહ્યા હતા. અડધા કલાકને બદલે એક કલાક દરિયા કિનારે વિતાવ્યો હતો આ પૂર્વે વડાપ્રધાન મોદીએ રમણીય બીચ ટાપુ એવા લક્ષદ્વિપમાં પણ સમાન સરપ્રાઈઝ આપી હતી. લક્ષદ્વિપની જેમ દ્વારકાને પણ પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવાનો ઉદેશ હોઈ શકે છે.

Print