www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘આપ’ના ધારાસભ્યોને મળતા સુનિતા કેજરીવાલ: રણનીતિની ચર્ચા


અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં સરકાર ચલાવવાનો મોટો પડકાર: ઇડીનો સકંજો વધુ બે મંત્રીઓ પર પડી શકે: ‘આપ’ની ચિંતા વધી

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.2
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જેલવાસ બાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં હવે સુનિતા કેજરીવાલે પક્ષનો દૌર સંભાળી લીધો છે અને આજે તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે મુલાકાત ગોઠવી હતી.

ખાસ કરીને દિલ્હીમાં ‘આપ’ દ્વારા લોકસભાની ચાર બેઠકો પર ઉમેદવારો ઉભા રખાયા છે અને તેમને જીતાડવાની જવાબદારી હવે કેજરીવાલની ગેરહાજરીમાં સુનિતા કેજરીવાલ ઉપર આવી ગઇ હોવાનું માનવામાં આવે છે.

આ ઉપરાંત આગામી દિવસોમાં ‘આપ’ના ધારાસભ્યોમાં ભાંગફોડની પણ શક્યતા હોવાથી સુનિતા કેજરીવાલે તે પૂર્વે જ ધારાસભ્યો સાથે સંપર્ક બનાવવાની કામગીરી શરુ કરી છે. જો કે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે મુખ્યમંત્રી બનવાનો તેમનો કોઇ ઇરાદો નથી.

જેલમાંથી કેજરીવાલ સરકાર ચલાવશે અને રાજીનામુ આપવાનો પ્રશ્ન નથી. પણ જે રીતે ઇડી આગળ વધી રહી છે તેથી દિલ્હી સરકારના વધુ બે મંત્રીઓ પર પણ ઇડીના સંકજો પડે તો ઉભી થનારી પરિસ્થિતિમાં સુનિતા કેજરીવાલની ભૂમિકા મહત્વની બનશે. 

 

Print