www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહિલા અનામત મુદે કેન્દ્રને સુપ્રીમની નોટીસ


સાંજ સમાચાર

નવી દિલ્હી તા.23
કેન્દ્રની મોદી સરકારે મહિલા આરક્ષણ અંગેના કાનુનને પસાર કરી દીધો છે અને સરકારની યોજના મુજબ 2026 બાદ યોજાનારી ધારાસભા અને 2029ની લોકસભા ચુંટણીમાં આ મહિલા અનામત લાગુ થશે 

પરંતુ તેની સામે આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં આ અનામત વ્યવસ્થા લાગુ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં થયેલી રીટમાં કેન્દ્ર સરકાર પાસે બે સપ્તાહમાં સુપ્રીમકોર્ટે જવાબ માંગ્યો છે. કોંગ્રેસના નેતા જયા ઠાકુરે અરજી કરીને મહિલા અનામત વ્હેલી લાગુ કરવાની માંગણી કરી છે.

Print