www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તળાજાનો શખ્સ ‘પાસા’ હેઠળ જેલમાં ધકેલાયો


સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.10
ભાવનગર જિલ્લાના તળાજા નગરના દીનદયાળ નગરમાં રહેતા જેની સામેં પોલીસ મથકમાં બહેન દીકરીઓનો રંજાડ કરવાના આરોપો લાગ્યા હોય તેવા ઈસમ વિરુદ્ધ તળાજા પોલીસે પાસા નું શસ્ત્ર ઉગામતા જિલ્લા મેજિસ્ટ્રેટ એ મંજૂરી ની મહોર મારતા જેલમાં ધકેલી દેવામાં આવેલ છે.

તળાજા પોલીસે જાતીય સતામણી કરતા ઈસમને લાકડી ફટકારવા કરતા કાયદા નો દંડો ફટકાર્યો હોય તેવો પ્રથમ દાખલો બેસાડ્યો છે.જેને લઈ આવરા ગિરદી કરતા તત્વો મા ફફડાટ ફેલાશે.પો.ઇ.આર.ડી.ચૌધરી એ જણાવ્યું હતુ કે દિનેશ માલાભાઈ કંટારીયા વિરુદ્ધ પોલીસ મથકમાં જાતીય સતામણી ના બે ગુન્હાઓ નોંધાયા હોય તેની વિરુદ્ધ પાસા ના કાગળો તૈયાર કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજુરી ની મહોર મારી હતી.જેના કારણે દિનેશ કંટારીયા ની ધરપકડ કરી ભુજ જેલમાં મોકલી આપવામાં આવેલ. 

Print