www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તાલીબાની સજા: હત્યાના બે આરોપીને હજારો લોકોની હાજરીમાં જાહેરમાં મૃત્યુદંડ


ફુટબોલ સ્ટેડીયમમાં ઉભા રાખીને બે જુદા-જુદા કેસના બે હત્યારાઓને ગોળી ધરબી દેવાઈ

સાંજ સમાચાર

કાબુલ,તા.23
અફઘાનિસ્તાનમાં તાલીબાની સજાનો વધુ એક કિસ્સો જાહેર થયો છે જે અંતર્ગત હત્યાના બે આરોપીઓને હજારો લોકોની હાજરીમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. જાહેરમાં જ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી.

અફઘાનીસ્તાનમાં સપ્ટેમ્બર 2017ના હત્યા કેસમાં સઈદ જમાલ તથા જાન્યુઆરી 2022ના કેસમાં ગુલખાન નામના શખ્સને અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. તાલીબાનના વડા નેતા હિતાતુલ્લાહ અખુન્ડઝાદાએ ચુકાદાને સ્વીકૃતિ આપવાની સાથે ગઈકાલે ફુટબોલ સ્ટેડીયમમાં હજારો લોકોની હાજરીમાં જાહેરમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

બન્ને આરોપીઓને જાહેરમાં ઉભા રાખીને તેમના શરીરમાં ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. મૃત્યુદંડ નિહાળવા સ્ટેડીયમમાં હજારો લોકો હાજર હતા. આરોપી-પીડિતના પરિવારોના મહિલા બાળકો પણ મૌજૂદ હતા.

તાલીબાની શાસકો દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યું છે કે હત્યા કેસોની ઉંડી અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. અફઘાનીસ્તાનમાં 2021માં તાલીબાનોએ શાસન સંભાળ્યું હતું. ઈસ્લામીક દાયકા લાગુ પાડયા હોવાના કારણોસર વિશ્ર્વના કોઈ દેશોએ તેને માન્યતા આપી હતી. તાલીબાની વડાએ ‘આંખ સામે આંખ’ જેવા તમામ ઈસ્લામીક નિયમો લાગુ પાડવાનું જાહેર કર્યુ હતું.

અફઘાનીસ્તાનમાં 1996થી 2001ના તાલીબાની શાસન દરમ્યાન જાહેરમાં મૃત્યુદંડ આપવાનું સામાન્ય હતું. વર્તમાન શાસકોના કાર્યકાળમાં આ ત્રીજો મૃત્યુદંડ અપાયો છે. પ્રથમ બે મૃત્યુદંડ પણ હત્યાના આરોપીને જ અપાયા હતા. દેશમાં ચોરી જેવા અન્ય ગુનાઓ સામે વખતોવખત ઉહાપોહ સર્જાતો જ રહે છે. છેલ્લે જૂન 2023માં મૃત્યુદંડ અપાયો હતો. મસ્જીદ સંકુલમાં 2000 લોકોની હાજરીમાં તેને ગોળી ધરબી દેવામાં આવી હતી.

Print