www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તાપમાન ફરી 3 થી 6 ડીગ્રી વધી જશે: શુક્રથી રવિમાં ગરમીનો રાઉન્ડ


જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.19 ફેબ્રુઆરી સુધીની આગાહી: ન્યુનતમ તાપમાન 3 થી 5 ડીગ્રી વધશે; મહત્તમ 4 થી 6 ડીગ્રી વધીને 38 ડીગ્રી કે તેને પણ પાર થશે

સાંજ સમાચાર

રાજકોટ, તા.12
રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકાદ સપ્તાહ દરમ્યાન તાપમાનમાં ઘટાડો નોંધાયા બાદ હવે ફરી તાપમાન વધવા લાગશે અને ખાસ કરીને શુક્રવારથી રવિવાર દરમ્યાન ગરમીના રાઉન્ડની હાલત સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.

આજે તેઓએ વાતચીતમાં કહ્યું હતું કે ગત તા.5મીની આગાહી વખતે તાપમાનમાં ઘટાડો થવાનું સુચવ્યું હતું અને તે મુજબ તાપમાન નીચે આવ્યું હતું એટલું જ નહીં એકાદ દિવસ ઠંડીનો પણ અહેસાસ થયો હતો. રાજકોટમાં ન્યુનત્તમ તાપમાન 11.8 ડીગ્રી હતું. આજે 13.2 ડીગ્રી હતું તે નોર્મલ કરતાં એક ડીગ્રી નીચુ હતું. અમદાવાદમાં 16.5 ડીગ્રી (નોર્મલ કરતા 3 ડીગ્રી વધુ), ડીસામાં 12.6 ડીગ્રી (1 ડીગ્રી વધુ) વડોદરામાં 16.4 ડીગ્રી (2 ડીગ્રી વધુ) અને ભુજમાં 14.9 ડીગ્રી (3 ડીગ્રી) વધુ હતું.

આ જ રીતે મહત્તમ તાપમાનમાં પણ નોર્મલ કરતા બે ડીગ્રીની વધઘટ હતી. અમદાવાદનું મહત્તમ તાપમાન 29.6 ડીગ્રી હતું તે નોર્મલ કરતા એક ડીગ્રી નીચુ હતું. વડોદરામાં 30 ડીગ્રી હતું તે નોર્મલથી 2 ડીગ્રી નીચુ હતું. બીજી તરફ રાજકોટનું મહત્તમ તાપમાન 32.3 ડીગ્રી હતું તે નોર્મલ કરતા 2 ડીગ્રી વધુ હતું. ડીસાનું 30.1 ડીગ્રી (1 ડીગ્રી વધુ) હતું. ભુજનું 30.2 ડીગ્રી તાપમાન નોર્મલ હતું.

તેઓએ તા.12 થી 19 ફેબ્રુઆરીની આગાહી કરતાં જણાવ્યું છે કે અત્યાર સુધી ન્યુનત્તમ નોર્મલ તાપમાન 12 થી 14 ડીગ્રી હતું તે હવે 13થી 15 ડીગ્રી થશે. આગાહીના સમયમાં ન્યુનતમ તાપમાનમાં 3 થી 5 ડીગ્રીનો વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને તા.16 થી 18માં વધુ ઉંચુ જશે. ન્યુનતમ તાપમાન 15 થી 20 ડીગ્રીની રેન્જમાં રહેવાની શક્યતા છે.

આ જ રીતે મહત્તમ તાપમાનની નોર્મલ રેન્જ 30 થી 32 છે. આગાહીના સમયમાં મહત્તમ તાપમાનમાં 4 થી 6 ડીગ્રીનો વધારો થવાની શક્યતા છે. તા.16 થી 18માં તાપમાન વધુ વધશે. 34 થી 38 ડીગ્રીની રેન્જમાં રહેવા સાથે ગરમીના રાઉન્ડ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ક્યાંક તાપમાન 38 ડીગ્રીને પણ વટાવી જશે.
આગાહીના સમયગાળામાં પવન ઉત્તર પશ્ચિમ, ઉત્તર તથા ઉત્તર પૂર્વના રહેશે. ઝડપ 10 થી 15 કિ.મી.ની રહેશે. ક્યારેક ઝાટકાના પવન 20 થી 25 કિ.મી. થશે. 19મીએ પશ્ર્ચિમી પવન ફુંકાશે તેને કારણે સવારે ભેજ વધશે અને કચ્છ તથા પશ્ર્ચિમ સૌરાષ્ટ્રમાં  ધુમ્મસ છવાશે. તા.12-13 અને 18ના રોજ આકાશમાં છુટાછવાયા વાદળો પણ દેખાશે.

રાહત: અલ-નીનો સુપરસ્ટ્રોંગ શ્રેણીમાં ન આવ્યુ; હવે નબળુ પડવાના સંકેત

 

રાજકોટ તા.12
સોમવારે વેરવિખેર કરતી અલ-નીનો સિસ્ટમના પ્રત્યાઘાતો વિશે ગત ચોમાસામાં વ્યાપક ચિંતા આશંકા ઉભી થઈ હતી. પરંતુ ખાસ પ્રભાવ પડયો ન હતો. ભારતમાં ચોમાસાની વિદાય બાદ સિસ્ટમ સક્રીય થઈ હતી. હવે મહત્વની વાત એ છે કે વર્તમાન અલ-નીનો નસુપર સ્ટ્રોંગથ શ્રેણીમાં આવ્યુ નથી અને તેથી ભીતિ પણ નથી એટલુ જ નહીં આ સિસ્ટમ હવે નબળી પડતી જવાનો નિર્દેશ જણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે આપ્યો હતો.

અલ નીનો ઘટનાઓનું વર્ગીકરણ, તાકાત ના વર્ગીકરણ સહિત, કંઈક અંશે અલગ અલગ રીતે થતું હોય છે અને તે હવામાન અને આબોહવા એજન્સીઓમાં અલગ પણ હોય શકે. અલ નીનો ને સુપર સ્ટ્રોંગ તરીકે વર્ગીકૃત કરવા માટે કેટલા સળંગ ONI  ઈન્ડેક્સ 2.0A.C અથવા તેથી વધુ હોવો જોઈએ તેવો કોઈ કડક નિયમ નથી.

સામાન્ય રીતે, સ્ટ્રોંગ અલ નીનો ઘટના માં ONI  મૂલ્યો +2.0.C અથવા તેનાથી વધુ હોય છે. સુપર સ્ટ્રોંગ અલ નીનોમાં સામાન્ય રીતે ONI  +2.0.C અથવા વધુ હોવા જોઈએ. આથી વિવિધ સ્ટ્રોંગ અલ નીનો ઘટનાઓ ની તાકાત મજવામાં અને તેની સરખામણી કરવામાં સરળતા માટે, જો સતત ત્રણ ONI  ઈન્ડેક્સ +2.0.C અથવા વધુ હોય તો હું અલ નીનોને સુપર સ્ટ્રોંગ ઈવેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરવાનો પ્રસ્તાવ મૂકું છું.

1950 થી અત્યાર સુધી ત્રણ સુપર સ્ટ્રોંગ અલ નીનો ઈવેન્ટ્સ થઈ ચુક્યા છે. આવી પ્રથમ ઘટના 1982-83 સુપર સ્ટ્રોંગ અલ નીનો હતો જેમાં સતત 4 ONI  +2.0A.C અથવા તેથી વધુ હતા, તે પૈકી બે વખત સૌથી વધ ONI  +2.2A.C હતું. બીજી સુપર સ્ટ્રોંગ અલ નીનો ઈવેન્ટ 1997-98 માં હતો. જેમાં સતત પાંચ ONI  +2.0A.C અથવા તેથી વધુ હતા, તે પૈકી બે વખત સૌથી વધુ ઓની +2.4A.C હતું.

ત્રીજી સુપર સ્ટ્રોંગ અલ નીનો ઈવેન્ટ 2015-16માં સતત છ ONI  +2.0A.C અથવા તેનાથી વધુ હતા. તે પૈકી બે વખત સૌથી વધુ ONI  +2.6.C હતું. વર્તમાન આગાહી અને વિશ્લેષણ 2023-24 અલ નીનોને સુપર સ્ટ્રોંગ અલ નીનો બનવા માટે સમર્થન આપતું નથી.

Print