www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શુક્રવારે ધી કાલુપુર બેંક રાજકોટ શાખાનાં સ્થાપના દિને રક્તદાન કેમ્પનું આયોજન


સાંજ સમાચાર

રાજકોટ, તા.28
ગુજરાત શહેરી નાગરિક સહકારી બેન્કોમાં પ્રથમ ક્રમનું સ્થાન ધરાવતી ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા બેન્કની રાજકોટ શાખાના 8માં સ્થાપના દિન નિમિત્તે તા.1 માર્ચ શુક્રવારે સવારે 10 થી બપોરે 3-30 વાગ્યા સુધી બેન્કની શાખા 4-5-6 ગણેશ ટ્રેડ સેન્ટર પ્લોટ નં. 105, કે.કે.વી. હોલ અને ઇન્દિરા સર્કલ વચ્ચે 150 ફૂટ રીંગ રોડ પર રક્તદાન શિબિર રાખેલ છે.

રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન રાજકોટ શહેર ભાજપ સહકાર સેલના સંયોજક અને શ્રી ચામુંડા ક્રેડિટ કો-ઓપ. સોસાયટીના મેનેજીંગ ડીરેક્ટર અશોકભાઇ દિનેશભાઇ ડાંગરના હસ્તે દીપ પ્રગટાવીને થશે. અતિથિ વિશેષ તરીકે ભૂમિ ગ્રુપ ઓફ કંપનીઝના મુખ્ય પ્રમોટર અશોકભાઇ ખીમજીભાઇ બાલધા રહેશે. કાલુપુર બેન્ક બેંકિંગ પ્રવૃત્તિ સાથે સમાજ સેવાની પ્રવૃત્તિ પણ કરે છે.

જરુરીયાતમંદ દર્દીઓને રક્ત મળી રહે તે માટે રક્તદાન કરવા રક્તદાતાઓને શિબિરના ઉદ્ધાટક, અતિથિ વિશેષ તેમજ બેન્કના ચેરમેન ડો. દિનેશભાઇ અમીન, જનરલ મેનેજર વિનોદભાઇ દાદલાણી અને શાખા મેનેજર ધ્રુવભાઇ મહેતાએ અપીલ કરી છે.

આયોજનને સફળ બનાવવા માટે કાલુપુર બેન્ક પરિવાર જહેમત ઉઠાવી રહ્યો છે. ઇન્ડિયન રેસક્રોસ સોસાયટી સેવા પૂરી પાડશે.કાલુપુર બેન્કના બોર્ડ મેનેજમેન્ટના સભ્યો અંબુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કાલુપુર બેન્ક વર્ષ 2003થી દરેક શાખાના સ્થાપના દિને રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.

Print