www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાતા સમુદ્રમાં હુતી બળવાખોરોના હુમલાથી દુનિયાનું માલ પરિવહન 60 ટકા ઘટયુ : 150 ટકા મોંઘુ થયુ


ગાઝા પર ઈઝરાયેલી હુમલાના વિરોધમાં હુતી રાતા સમુદ્રમાં પસાર થતા માલવાહક જહાજને નિશાન બનાવે છે: હુતીઓના હુમલાથી ભારતીય કંપનીઓને અન્ય દેશોમાં નિકાસમાં નુકશાનની સંભાવના

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.24
ગાઝા પર ઈઝરાયેલી બોમ્બમારાના વિરોધમાં હુતી બળવાખોરો રાતા સમુદ્રમાંથી પસાર થતા દુનિયાભરના જહાજો પર હુમલા કરી રહ્યા છે.છેલ્લા ચાર મહિનાથી થઈ રહેલા આ હુમલાના કારણે આ ક્ષેત્રમાંથી કાચા માલનું પરિવહન કરતા જહાજોની સંખ્યામાં 60 ટકા ઘટાડો થયો છે.જયારે માલ પરિવહનના ભાવો 150 ટકા વધી ગયા છે.

 

રાતા સમુદ્રમાં જહાજ ડુબવાનો ખતરો
યુરોપ અને એશીયાને વેપારથી જોડતા રાતા સમુદ્ર રૂટમાં આતંકીઓનાં હુમલામાં સુધારાના કોઈ સંકેત નથી દેખાતા. મંગળવારે હુતી બળવાખોરોએ બ્રિટીશ માલવાહક જહાજ રૂબીમર બે બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ જહાજ યુએઈથી બલ્ગેરીયા જઈ રહ્યું હતું.

ગત વર્ષે નવેમ્બરમાં સંકટ શરૂ થયા બાદ આ પહેલીવાર છે.જયારે જહાજ ડૂબવાના ખતરા વધી ગયા હોય આ પરિસ્થિતિમાં અનેક શિપીંગ જહાજ રાતા સમુદ્રમાં જવાનું ટાળી રહ્યા છે. આથી ડિસેમ્બરનાં મધ્યમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ કાચા માલનાં વાહક જહાજોની સંખ્યામાં ઘટાડો થયો છે.

 

શુ છે નિરાકરણ:
વિશેષજ્ઞોનાં મુજબ આ હુમલા રોકવા દુનિયાએ ઈઝરાયેલને ગાઝામાં યુદ્ધ વિરામની જાહેરાત કરવા દબાણ કરવાનું છે. જયારે હુતીઓનુ માનવુ છે કે ગત દિવસોમાં ઈઝરાયેલે ગાઝામાં યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. પરંતુ રાતા સમુદ્રમાં તેનુ સૈન્યકરણ ચાલુ છે. જયારે અમેરિકા અને બ્રિટન પણ હુતીઓનાં ઠેકાણા પર હુમલા કરી રહ્યા છે.

 

ભારતને નિકાસ પર પડશે અસર:
હુતી વિદ્રોહીએ હુમલાના પરિણામ દેખાવા શરૂ થઈ ગયા છે. યુરોપમાં થતી નિકાસનાં લગભગ 80 ટકા (8 અબજ ડોલર દર મહિને) રાતા સમુદ્રથી થઈ પસાર થાય છે. જયારે ભારતનો 25 ટકા વિદેશી વેપાર આ માર્ગનો ઉપયોગ કરે છે.

સતત હુમલાના કારણે ભારતની વ્યાપારીક નુકશાન પહોંચવાની સંભાવના છે. છેલ્લા 45 દિવસમાં ભારતીય કંપનીઓના માલ પરિવહન દરોમાં 150 ટકાનો ઉછાળો થયો છે. આ કારણે ભારતીય કંપનીઓને અન્ય દેશોમાં વેપાર કરવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

 

Print