www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાંચ વર્ષથી કોમામાં રહેલ દીકરીને માતાની મજાક સાંભળીને કોમામાંથી જગાડી


સાંજ સમાચાર

મિશિગન:
 જીવનમાં કેટલીક બાબતો એવી બને છે જેને વિજ્ઞાનની દ્દષ્ટિએ સમજવી મુશ્કેલ બની જાય છે. આવી બાબતોને આપણે ચમત્કાર કહીએ છીએ. આવું જ કંઈક અમેરિકાના મિશિગનની એક મહિલા સાથે થયું. આ મહિલા પાંચ વર્ષથી કોમામાં હતી. બચવાની આશા ધીરે ધીરે ખતમ થઈ રહી હતી પણ એક દિવસ અચાનક તે જાગી ગઈ. રસપ્રદ વાત એ છે કે 5 વર્ષથી કોઈ જવાબ ન આપનાર દીકરી માતાનો એક જોકસ સાંભળીને જાગી ગઈ અને હસવા લાગી.

દુર્ઘટના બાદ આવી હાલત
 મિશિગનની જેનિફર ફલેવેલન નામની મહિલા કાર એકિસડન્ટ બાદ ખરાબ રીતે ઘાયલ થઈ હતી. અકસ્માતમાં થયેલી ઈજાઓને કારણે તે કોમામાં જતી રહી હતી. જેનિફર 4 વર્ષ અને 11 મહિના સુધી પથારીમાં રહી, કશું સાંભળતી અને સમજતી નહોતી. કોમામાં જતી જેનિફરને તેના પરિવારના સભ્યો દરરોજ મળવા આવતા હતા. દાદીમા સાથે આવેલા તેના બાળકો પણ તેની દીકરીને જોકસ કહેતા. જેનિફરની 60 વર્ષની માતા પેગી હંમેશા તેની પુત્રી સાથે રહેતી હતી.

 એક દિવસ 41 વર્ષની જેનિફર તેની માતા દ્વારા કહેવામાં આવેલ જોક સાંભળીને કોમામાંથી જાગી ગઈ અને જોર જોરથી હસવા લાગી. ડોકટરોએ પેગીને કહ્યું કે મજાક સાંભળ્યા બાદ આ તેની પ્રતિક્રિયા હતી. મેરી ફ્રી બેડ રિહેબિલિટેશન હોસ્પિટલના ડો. રાલ્ફ વાંગ કહે છે કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી કારણ કે આવું માત્ર 2 ટકા દર્દીઓ સાથે થાય છે. પેગી કહે છે કે તે સમયે તે ચોંકી ગઈ હતી કારણ કે તેને તેની માતાનો અવાજ સાંભળ્યાને ઘણો સમય થઈ ગયો હતો.

 

Print