www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અવધના ઢાળ પાસે યુવાનને સાસરિયાઓએ ધમકી આપી કૌટુંબિક સાળાએ ઢીકાપાટુનો મારમાર્યો


યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ. તા.26
અવધના ઢાળ પાસે યુવાનને સાસરિયાઓએ ધમકી આપી કૌટુંબિક સાળાએ ઢીકાપાટુનો મારમારતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે અવધના ઢાળ પર વીર સાવરકર નગરમાં રહેતાં વીપુલકુમાર નાનજીભાઇ દાફડા  (ઉ.વ.42) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેની પત્ની રીટાબેન, સસરા મગનભાઇ, સાસુ દિવાલીબેન, પાટલા સાસુ મનીષાબેન અને જામનગર રહેતાં કૌટુંબિક સાળો હાર્દિકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ નર્સિંગ કેરનું કામ કરે છે અને તેમના લગ્ન  સાડા ચારેક વર્ષ પહેલા જામનગરમાં રહેતાં મગનભાઈ સોલંકીની પુત્રી રીટાબેન સાથે થયેલ અને સંતાનમાં એક ત્રણ વર્ષની પુત્રી છે.

તેમના પત્ની ત્રણ વર્ષથી તેમના માવતરના ઘરે રીસામણે છે અને જામનગર ફેમીલી કોર્ટમાં કેસ ચાલુ છે. તેમની પત્ની અવાર-નવાર મારા રોકાવવા માટે આવતી હતી અને ગઇ તા. 23/02 ના તેણીને પી.એચ.ડી.ની એન્ટર એક્ઝામ જુનાગઢ હોવાથી તે માતા-પુત્રી ઘરે રોકાવવા આવેલ હતી.

ગઈકાલે સાંજના તેઓ ઘરે હતાં ત્યારે તેની પત્નીને  સૈનીક સ્કુલ જામનગર ઇન્ટર્વ્યુ આપવા માટે જવાનુ હોવાથી તેણી થેલો ભરતી હતી જેથી તેને કહેલ કે, દીકરીની તબીયત સારી નથી તું રોકાઈ જા તારે નથી જવુ તો તેણીએ કહેલ કે, મારે જવું છે હું નથી રોકાવવાની તેમ કહેતા તેણીને કહેલ કે, તુ દીકરી સામે તો જો તેની તબીયત સારી નથી

તો તેણીએ કહેલ કે, તું મને રોકવાવાળો કોણ મારે તો જવૂ છે તેમ કહી મારા સસરાને ફોન કરી બોલાવતા સસરા મગનભાઈ, સાસુ દીવાળીબેન, પાટલા સાસુ મનીષાબેન અને સાળો હાર્દીક પરમાર ચારેય ગાડીમાં ઘસી આવી કહેવા લાગેલ કે, તુ મારી છોકરીને કેમ મારા ઘરે આવવા નથી દેતો તેમ કહી ગાળો આપી પાટલા સાસુએ કહેલ કે, ગઇ વખતે મારા પતિએ તને ખાલી ધમકી આપેલ હતી.

પરંતુ આ વખતે તને કાપી નાખીશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને સાળા હાર્દીકે ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરતા ફરિયાદીએ 100 નંબરને ફોન કરતાં આરોપી નાસી છૂટ્યા હતાં. 

બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Print