www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અયોધ્યામાં એક એવી બેન્ક છે જયાં ‘સીતારામ’ નામનો છે ખજાનો!


ખાતાધારકો બેન્કમાં ‘સીતારામ’ લખેલી કોપીઓ જમા કરાવે છે

સાંજ સમાચાર

અયોધ્યા,તા.12
ધર્મનગરી અયોધ્યામાં ભગવાન રામનાં નામે એક એવી બેન્ક છે, જયાં રૂપિયાની લેવડ-દેવડ નથી થતી, બલકે અહીની તિજોરીમાં સીતારામનો ખજાનો ભરેલો છે. રામભકતોની આ અનોખી આસ્થાની લહેર દેશ જ નહિં, મુસ્લીમ દેશોમાં પણ ફેલાઈ છે.

અરબ અને અન્ય દેશોનાં રામભકતો આ સીતારામ બેન્કનાં ખાતા ધારક છે. દેશ-વિદેશમાં આ બેન્કની 150 શાખાઓ છે 28 હજારથી વધુ આ બેન્કનાં ખાતાધારક છે. આ બેન્કનું નામ ‘આંતર રાષ્ટ્રીય શ્રી સીતારામ બેન્ક’ છે. રામમંદિરનાં નિર્માણ બાદ આ બેન્કમાં ખાતા ખોલાવવાની હોડ મચી છે.

બેન્કની સ્થાપના રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસની પ્રેરણાથી 24 નવેમ્બર 1970 માં થઈ હતી. બેન્કની યુપી બિહાર, મહારાષ્ટ્ર, ઉપરાંત નેપાળ, યુએસએ, સાઉદી અરબમાં શાખા છે. આ બેન્કમાં ખાતાધારક ‘સીતારામ’ લખીને કુરીયરથી મોકલે છે એક કરોડ સીતારામ લખવા પર કયારેક આ બેન્ક ખાતાધારકને ગોકડ પેડલ આપતી હતી.

Print