www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેનેડામાં કાર અકસ્માતમાં ત્રણ ભારતીય યુવકોના મોત નિપજયા


મુતકોમાં બે સગાભાઈ અને એક મિત્ર: મૃતદેહોને દેશમાં પરત લાવવા ફંડ એકત્રીકરણ શરૂ

સાંજ સમાચાર

બ્રેમ્પટન(કેનેડા) તા.12
વિદેશમાં કોઈ દુર્ઘટનાના કારણે ભારતીયોના મોત નિપજ્યા હોય તેવી વધુ એક ઘટના બહાર આવી છે. કેનેડાના બ્રેમ્પટન ખાતે એક રોડ એક્સિડન્ટમાં ત્રણ ભારતીય યુવાનોના મોત થયા છે. તેમાંથી બે યુવાનો સગા ભાઈ છે. પોલીસે જણાવ્યા પ્રમાણે માર્ગ અકસ્માતમાં 23 વર્ષના રિતિક છાબરા, તેનો 22 વર્ષીય ભાઈ રોહન છાબરા અને તેમનો 24 વર્ષીય મિત્ર ગૌરવ ફાસગે માર્યા ગયા છે.

અત્યંત સ્પીડમાં જતી કારને એક્સિડન્ટ નડ્યા પછી ત્રણ ભારતીયોના મોત નિપજ્યા છે.ત્રણેય યુવાનોના મૃતદેહોને ભારત લાવવાનું વિકટ કામ હવે કરવાનું છે જેના માટે ફંડ એકત્રીકરણ શરૂ કરવામાં આવ્યું છે જેથી તેમના પરિવારજનોને આ યુવકોના બોડી મળી શકે. પોલીસે જણાવ્યું કે એક્સિડન્ટ વખતે કાર અત્યંત હાઈ સ્પીડમાં હતી. જોકે, અકસ્માત કઈ રીતે થયો તે જાણી શકાયું નથી.

રિપોર્ટ્સ પ્રમાણે ગુરુવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. એવું માનવામાં આવે છે કે બે કાર વચ્ચે રેસ લગાવવામાં આવી હતી જેમાં એક કાર પોતાનો ક્ધટ્રોલ ગુમાવી બેસી હતી અને તેની ટક્કર થઈ ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર રિતિક છાબરાનો તો તે દિવસે બર્થડે હતો. રિતિક માટે જન્મદિવસ જ જીવલેણ સાબિત થયો છે.પિલ રિજનલ પોલીસે જણાવ્યા પ્રમાણે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ત્રણ યુવાનો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા.

પરોઢિયે લગભગ દોઢ વાગ્યાથી પોણા બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. બીજી એક કાર નજીકના ગેસ સ્ટેશન પર કોઈ લાવારિસ છોડી ગયું હતું અને તેમાં બેઠેલા લોકો ભાગી ગયા હતા. તેથી આ કારને પણ એક્સિડન્ટ સાથે કોઈ સંબંધ હશે તેમ લાગે છે. છતાં હજુ સુધી પોલીસ કોઈ તર્ક પર પહોંચી નથી. ઘટના કેવી રીતે બની તેની ઈન્વેસ્ટીગેશન ચાલે છે.

એક પોલીસે સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું કે આ અકસ્માત માટે કારની સ્પીડ જવાબદાર લાગે છે. તેથી જ કોઈ એક કાર મૂકીને ભાગી ગયું છે. પોલીસે કારના માલિકને શોધીને પકડી પાડ્યો છે.

Print