www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજે ચૈત્રી નવરાત્રીના સાતમા નોરતે માઁં કાલરાત્રીની પૂજા


સાંજ સમાચાર

 માં કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. માં કાલરાત્રિને નૈવેદ્યમાં ગોળમાંથી બનેલ વાનગી ધરાવી સાથે શ્રીફળ સાત અથવા નવ લીંબુ.. નારંગી અને દાડમ પણ ધરી શકાય છે.
 આજના દિવસે માતાજીનું પૂજન અર્ચન અને નૈવેદ્ય ધરવાથી જીવનમાં રક્ષા મળશે તથા જો કુંડળીમાં શની નબળો હોય શનીની પનોતી ચાલતી હોય તો તેમાં પણ રાહત મળશે. માં કાલરાત્રિની પૂજા સાથે કુળદેવીની પૂજા તથા ગણપતિ દાદાની પૂજા પણ કરવી. 

 * શાસ્ત્રી રાજદીપ જોષી (રાજકોટ)

 

Print