www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બદલીનો ગંજીપો ચીપાયો : શહેરના 1 PSI, 2 ASI સહિત 60 પોલીસ કર્મીની બદલી


સીપીના આદેશવાળો પત્ર જાહેર ન કરી બદલી થનારને વ્યક્તિગત જાણ કરાઈ : નવી પરંપરાથી પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ

સાંજ સમાચાર

રાજકોટ, તા.27
બદલીનો ગંજીપો ચીપાયો છે. શહેરના 1 પીએસઆઇ, 2 એએસઆઈ સહિત 60 પોલીસ કર્મીની આંતરિક બદલી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉપરાંત ક્રાઈમ બ્રાંચ કે એસઓજીમાં સ્ટાફમાં કોઈ ફેરફાર ન થયા હોવાનો પણ સુત્રોનો નિર્દેશ છે.

પોલીસ બેડાંમાં ચર્ચાતી વિગત મુજબ, પોલીસ કમિશનરે 1 પીએસઆઇ, 2 એએસઆઈ, 17 હેડ કોન્સ્ટેબલ, અને 33 હેડ કોન્સ્ટેબલ અને અન્ય એલઆરડી જવાનોની આંતરિક શહેરના પોલીસ મથકોમાં જ બદલીનો હુકમ કરાયો છે. મુખ્યત્વે રાજ્ય પોલીસ વડા કે અન્ય કોઈ પણ સમક્ષમ પોલીસ અધિકારી બદલી કે બઢતીના ઓર્ડર કરે છે ત્યારે તે બદલીના ઓર્ડરને જે-તે પોલીસ મથક, જે તે બદલી પામનાર અધિકારી-કર્મચારીઓ અને સંબંધિત કચેરીને મોકલવામાં આવે છે. આમ એક રીતે આ હુકમ સોશ્યલ મીડિયા વોટ્સએપ ગ્રુપમાં ફરતા જોવા મળે છે.

પણ ગત રોજ થયેલા બદલીના આદેશો વારો પત્ર જાહેર ન કરી બદલી થનારને વ્યક્તિગત જાણ કરાઈ હતી. પોલીસ સુત્રોમાંથી જણાવ્યા મુજબ અમુક કર્મચારીઓને ક્ધટ્રોલ ખાતે બોલાવી વ્યક્તિગત રીતે બદલીમાં હુકમો અંગે જાણ કરાઈ છે. બદલીઓનું લિસ્ટ જાહેર કરાયું નથી.

આ નવી પરંપરાથી પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ છે. કોની કઈ જગ્યાએ બદલી થઈ તે જાણવા ખુદ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ પણ ચર્ચા કરી રહ્યા છે. એક પોલીસ મથકના સ્ટાફને તેની નજીકના બીજા પોલીસ મથકના સ્ટાફ સાથે ફરજના ભાગ રૂપે જ ઘણી વખત કોમ્યુનિકેશન કરવાનું રહેતું હોય છે.

કોઈ પણ બનાવ બને ત્યારે જે-તે પોલીસ મથકના સ્ટાફ સાથે ક્રાઇમ બ્રાંચ, એલસીબી, એસઓજી વગેરે બ્રાંચના માણસો સંપર્ક કરતા હોય છે અને ગુનાને ઉકેલવા આ કોમ્યુનિકેશન મહત્વનું બની જતું હોય છે. અગાઉ બદલીના લિસ્ટ જાહેર થતા હોવાથી કોણ ક્યાં પોલીસ મથકમાં મુકાયું તેની તુરંત જાણ થઈ જતી હતી. જોકે હવે તે પ્રમાણે ખુદ પોલીસ સ્ટાફને જ તુરંત જાણ નહીં થઈ શકે. નવો ચીલો ચિતરાતા પોલીસ બેડાંમાં તેની ભારે ચર્ચા છે.

► માંગેલાને બદલી અપાઈ, 3 વર્ષ અને  5 વર્ષની ફરજવાળાના લીથો હવે આવે તેવી સંભાવના
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગઈકાલે જે 60 જેટલા પોલીસ જવાનોની બદલી થઈ તે જે તે કર્મચારીએ નિયમ મુજબ પ્રક્રિયા અનુસરી બદલીની માંગ કરી હોય તે માંગેલી બદલીઓ છે. હવે પછી 3 વર્ષથી જે 5 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મીઓની હવે બદલીઓ થાય તેવી સંભાવના છે. હવે પછીનો બદલીનો લીથો સંખ્યાની દ્રષ્ટિએ મોટો હશે તેવું નિર્દેશ પણ સૂત્રોએ આપ્યા છે.

Print