www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વોર્નર ઈજાગ્રસ્ત: કિવીઝ સામે નહીં રમી શકે: IPL પુર્વે ફીટ થઈ જશે


સાંજ સમાચાર

મુંબઈ તા.24
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરને મસલ્સની ઈજા થતા ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી નહીં રમી શકે. જો કે, ભારતમાં 22 માર્ચથી શરૂ થનારી આઈપીએલ ટુર્નામેન્ટ પુર્વે ફીટ થઈ જવાની સંભાવના છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે જાહેર કર્યુ છે કે ડેવિડ વોર્નર ટુંકાગાળામાં જ રિકવર થઈ જશે. મસલ્સની ઈજાને કારણે આરામ કરવો પડે તેમ છે. જો કે, આઈપીએલ શરૂ થતા સુધીમાં ફીટ થઈ જશે. સાતથી દસ દિવસમાં જ તે રિકવર થઈ જવાની સંભાવના છે.

 

Print