www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લિવ ઈન સંબંધોમાં બાળકનો જન્મ થયા પછી લગ્ન કરનાર યુવતીની સાસરિયા સામે ફરિયાદ

લે બોલ! લગ્ન પહેલા પતિએ રેપ કર્યાનો પત્નીનો વિચિત્ર આક્ષેપ!


હાઈકોર્ટે પરિણીતાની સાસરીયા સામેની ઋઈંછ રદ કરી કહ્યું- પત્નીએ કાનૂની પ્રક્રિયાનો દુરૂપયોગ કર્યો

સાંજ સમાચાર

અમદાવાદ તા.22
અજબ કિસ્સો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. જેમાં પત્નીએ એવી ફરિયાદ કરી હતી કે પતિએ લગ્ન પહેલાં એની સાથે રેપ કર્યો હતો. પત્નીએ એવો દાવો કર્યો હતો કે લગ્ન પહેલાં પતિ એના ઘરે આવતો હતો અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. જે તે સમયે તે સગીરવયની હતી તેથી તેણે પતિ વિરુદ્ધ આઈપીસીની ધારા 376(2)(જે)(એન) ઉપરાંત પોકસોના કાયદા હેઠળ ફરિયાદ કરી હતી.

બીજી તરફ લગ્ન બાદ માનસિક અને શારીરિક ત્રાસ ઉપરાંત દહેજની માંગણી સાસરિયા દ્વારા કરવામાં આવતી હોવાથી આઈપીસીની ધારા 498એ ની ફરિયાદ પણ કરી હતી. જો કે કેસના તથ્યો એફઆઈઆર અને આરોપી પક્ષની રજુઆતોને રેકર્ડ પર લેતાં હાઈકોર્ટે પત્નીએ કાનુનની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હોવાનું અવલોકન કરી સાસરિયા સામેની એફઆઈઆર રદ કરવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં બનાસકાંઠાના મહિલા પોલીસ સ્ટેશનમાં પત્ની દ્વારા પતિ સહિત સાસરિયાવાળાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. જે એફઆઈઆર રદ કરાવવા તેમણે હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન કરી હતી. જે પિટિશનમાં પત્નીએ પતિ વિરુદ્ધની ફરિયાદ નહીં ચલાવવાનું કહેતા હાઈકોર્ટે તેનું નામ દુર કર્યું હતું. પરંતુ સાસરીયા વિરુદ્ધની કાર્યવાહી ચાલુ રાખવા માંગતી હોવાથી તેમનો કેસ ચાલ્યો હતો.

જેમાં એવી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી કે, મહિલા (પત્ની)એ પાયાવિહોણી અને કાનુની પ્રક્રિયાનો દુરુપયોગ કરી સાસરિયાવાળાઓને ફસાવવા માટે એફઆઈઆર નોંધાવી હતી. તેથી હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ‘બદઈરાદા સાથે થતી ફોજદારી કાર્યવાહીને પ્રોત્સાહન નહીં આપવાની બંધારણીય કોર્ટની ફરજ બને છે. પ્રસ્તુત કેસમાં ફરિયાદી મહિલાએ અરજદારોને ફસાવવા માટે કાનુની પ્રક્રિયાનો સદંતર દુરુપયોગ કર્યો હોવાની બાબત કોર્ટ માને છે અને તેથી આ ફરિયાદ રદ કરવાનો આદેશ કરવામાં આવે છે.’

અત્યંત વિચિત્ર આ કેસમાં એવી હકીકતો સામે આવી હતી કે, ફરિયાદી પત્ની અને પતિ અગાઉ લિવ-ઈન-રિલેશનમાં રહેતા હતા અને તેથી તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ હતા. જેના પગલે તે સગર્ભા થઈ હતી અને બંનેના લગ્ન થાય એ પહેલાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો. લગ્ન બાદ તે સાસરિયા જતી રહી હતી. પરંતુ તેણે એવા આક્ષેપ કર્યા હતા કે સાસરીયાવાળા તેને કયાંય બહાર જવા દેતાં નથી. માનસિક અને શારીરિક ત્રાસ આપે છે.

 

Print