"ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0” આયોજન: ઓનલાઈન રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ 15 જુલાઈ

Local | Rajkot | 03 July, 2024 | 04:02 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.3
GUJCOST - ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે શાનમાં અભિવૃદ્ધિ થાય તેવા આશયથી "ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0" નું આયોજન કરવામાં આવ્યું છે. 

આ ક્વિઝમાં કોઈપણ બોર્ડ / માધ્યમના ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ નિ:શુલ્ક નામ નોંધણી કરી ભાગ લઈ શકે છે. આ ક્વિઝમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે.દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓએ https://stemquiz.gujarat.gov.in/STEMStudentRegistration પર તા. 15 જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રાજકોટ જિલ્લા કક્ષાની સ્પર્ધા માંથી 11 તાલુકા દીઠ 10 - 10 બાળકો તથા રાજકોટ મનપાના 10 વિદ્યાર્થીઓ પસંદ થશે, આમ 120 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ક્વિઝમાં ભાગ લેશે. રાજ્યકક્ષાની સ્પર્ધાનું સ્થળ સાયન્સ સીટી - અમદાવાદ રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj