‘ક્ષત્રિય છુ, રાષ્ટ્રપ્રેમ જ મારો ધર્મ’-EVM પર ચિઠ્ઠી મુકીને ભાજપને ‘વોટ’ આપતો વીડીયો વાયરલ

Saurashtra, Lok Sabha Election 2024 | Ahmedabad | 07 May, 2024 | 05:24 PM
રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો: ગીર સોમનાથમાં પણ ભાજપ નેતાએ ‘રીલ’ બનાવતા અટકાયત: સુરેન્દ્રનગરમાં પણ ઘટના
સાંજ સમાચાર

રાજકોટ, તા.7
લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી બની રહે તે માટે મતદાન મથકમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં રાજકોટ સહિત કેટલાંક સ્થળોએ મત આપતા વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. રાજકોટમાં તો ક્ષત્રિય તરીકેની ચીઠ્ઠી ઇવીએમ પર મુકીને તેમાં લખેલા સંદેશા સાથે ભાજપના ઉમેદવારને મત અપાતો હોવાનો વીડિયો પણ વાઇરલ થયો છે.
સોશ્યલ મીડિયોમાં વાઇરલ વીડિયોમાં એમ જણાય રહ્યું છે કે એક મતદાર દ્વારા ભાજપના પ્રતિકવાળુ બટન દબાવવામાં આવી રહ્યું છે.

અર્થાત ભાજપને મત આપ્યો હોવાનું જાહેર થાય છે. મહત્વની વાત એ છે કે મતનું બટન દબાવતી વખતે ઇવીએમ પર લાલ અક્ષરે લખેલી ચિઠ્ઠી છે તેમાં એવું લખાણ છે કે ‘ક્ષત્રિય છું, હિન્દુ છુ, રાષ્ટ્રપ્રેમ જ મારો ધર્મ છે, હિન્દુ વિરોધીને મત નથી.’

આ વાઇરલ વીડિયો ઘણા સવાલ ઉભા કરે છે, સૌ પ્રથમ તો મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતાં મતદાર કેવી રીતે લઇ ગયા? વાસ્તવમાં મતદાતા ક્ષત્રિય સમાજમાં ભ્રમ સર્જ્યા? મતદાન કરણમાં વધુ સમય લીધો હોવા છતાં ચૂંટણી સ્ટાફે કેમ કોઇ કાર્યવાહી ન કરી? વાઇરલ વીડિયો વિશે કોઇ ફરિયાદ કે પગલાં લેવાયા છે કે કેમ?
આ પ્રકારનો અન્ય એક વીડિયો ગીર સોમનાથ પણ વાઇરલ થયો હતો. ભાજપના યુવા આગેવાન હાર્દિકસિંહ ઝાલાએ આ પ્રકારનો વીડિયો ઉતારીને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતાં પોલીસે તૂર્ત જ તપાસ કરીને ધરપકડ કરી હતી.

આ સિવાય સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે મતદાન કરતો ફોટો વાઇરલ કર્યો હતો. કોને મત આપી રહ્યા છે તે પણ તસ્વીરમાં દેખાય છે. આ કેસમાં પણ ગુપ્ત મતદાનની ગરીમા તૂટી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj