લોકસભાની ચૂંટણી પ્રચારમાં લોકો-મતદારોનું ધ્યાન આકર્ષવા માટે નેતાઓ-ઉમેદવારો અનેકવિધ માર્ગો અપનાવતા જ હોય છે. રાજકોટની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ‘ડાઉન-ટુ-અર્થ’ તરીકે જાણીતા જ છે.
હાલ પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જસદણ-વિંછીયા પંથકમાં પ્રચાર દરમ્યાન જુના બસસ્ટેશન પાસે ફ્રુટની લારી પર ઉભા રહી ગયા હતા અને સકકરટેટી સુધારીને સાથી કાર્યકરોને ખવડાવી હતી.
આ સિવાય પારેવડા ગામે માતાજીના માંડવામાં દર્શન કરીને ઉપસ્થિત ભાવિકો સાથે ‘પંગત’માં બેસીને ભોજન પ્રસાદ લીધો હતો. બજારોમાં ફરતી વેળાએ નાનીમોટી ચીજોની ખરીદી કરવાની સાથોસાથ રત્નકલાકારો સહિતના કારીગરો સાથે વાતચીત કરીને સમસ્યા જાણી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy