રાજકોટ,તા.4
મંગળવારે લોકસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે પોરબંદરના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવીયાએ ભારે તાપ વચ્ચે બુથપર ઓઆરએસ પેકેટ તથા અન્ય જરૂરી દવાસાથેની ‘રામકીટ’ મતદારો માટે મુકવાની પ્રયોગ કર્યો છે.કેન્દ્રીય મંત્રીએ તમામ કાર્યકરોને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, તા.7ના રોજ પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની બેઠક માટે મતદાન થવાનું છે. આ પૂર્વેના દિવસો પરિશ્રમની પરાકાષ્ઠા માટેના છે. 100 ટકા ઘરે પહોંચી ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા અનુરોધ કરવાનો છે.આ દિવસો ઉનાળાના છે
જેથી પોતાની તબીયત સાચવવા સાથે કાર્યકરો પાસે મેડીકલ બુથ કીટ મુકાશે.તેમાં ઓઆરએસ પાવડર, ટેબ્લેટ સાથેની લોડીંગ ડોઝ (રામકીટ) રાખવામાં આવશે.આ પ્રયોગ સાથે આરોગ્ય પ્રધાને નવો અને સૌની ચિંતા કરતો પ્રયોગ કર્યો છે.જેનાથી કાર્યકરોએ ગદગદીત થઈ તેમનો આભાર માન્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy