1.51 લાખના ચેક રીટર્ન કેસમાં પારસ કીરીટભાઇ માંડલીયાને એક વર્ષની સજા

Crime | Rajkot | 16 April, 2024 | 04:37 PM
સાંજ સમાચાર

રાજકોટ : રાજકોટના પારસ કિરીટભાઇ માંડલીયા કે જે શ્રી રામ સીટી યુનિયન ફાયનાન્સ લી.ના ગ્રાહક છે તેમણે કંપની પાસેથી લોન મેળવી હતી અને બાદમાં કંપનીના લોનની લેણી નીકળતી રકમ પેટે આપેલો જે ચેક ‘એકાઉન્ટ કલોઝડ’ના શેરા સાથે પરત ફરતા શ્રી રામ સીટી યુનીયન ફાયનાન્સ લી.ના અધિકૃત અધિકારી દ્વારા જાણીતા એડવોકેટ મોહિત લીંબાસીયા મારફત આરોપીને લીગલ નોટીસ પાઠવી હતી તે બાદ પણ રકમ ન આપતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.

કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદીને પુરાવો લેવામાં આવેાલ અને આરોપીએ રજુ કરેલું સોગંદનામુ ધ્યાને લઇ દલીલો કરાઇ હતી અને તેને લગત જજમેન્ટસ રજુ કરવામાં આવ્યા હતા. જેની વિરૂધ્ધ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ ફરીયાદીના એડવોકેટ મોહિત લીંબાસીયાની તમામ દલીલોને ધ્યાનમાં લઇ તા. 30/03/2024ના રોજ આખરી હુકમમાં ઠરાવ્યું હતું કે, ફરિયાદીના એડવોકેટ દ્વારા રજુ રાખવામાં આવેલા તમામ પુરાવાઓ તથા તમામ દલીલો તથા રજુઆતો ધ્યાને લેતા આરોપી પારસ કિરીટભાઇ માંડલીયાને આ કેસમાં તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા કરવા હુકમ કર્યો હતો.

ઉપરાંત ફરીયાદીને વળતર પેટે રૂા. 1,51,129ની લેણી રકમ હુકમની તારીખથી દિન 60માં ચુકવી આપવા ફરમાવેલ. જો આરોપી વળતરની રકમ દિન-60માં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની કેદની સજાનો નામ. કોર્ટ દ્વારા હુકમ ફરમાવેલ છે. 

આ કેસમાં ફરીયાદી શ્રી રામ સીટી યુનીયન ફાયનાન્સ લી. વતી રાજકોટના જાણીતા એડવોકેટ મોહિત લીંબાસીયા,  ચિરાગ પરમાર, હિમાંશુ પરમાર, કિશન પીઠવા અને મીન્ટ લો એટોર્નીસ પ્રા.લી.ની ટીમ રોકાયેલી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj