ધોરાજી,તા.19
ધોરાજીના નાની પરલડીના ખેડૂત ધોરાજીની બેંકઓફ બરોડામાંથી એસીનું ધીરણા ભરવા માટે બેંકમાંથી રૂ।ક લાખ ઉપાડી પોતાની થેલીમાં નાખી એન્ટી કરાવાતા હતા.એ દરમ્યાન બે અજાણી મહીલાઓ આવી થેલીમાં કાપોમારી રૂ।ક લાખ લઈ રફુચકર થઈ ગયેલ અને ખેડૂતને ખબર પડતા પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફુટેજ રોડ કરતા બે અજાણી મહીલા નાસતી દેખાતા પોલીસે ફરીયાદ દાખલ કરી આરોપી અજાણી મહીલાઓને પકડવા જુદી-જુદી ટીમો બનાવી અને સીસીટીવી ચેક કરવા કામગીરી કરી આખી રાત આરોપીને પકડવા ધોરાજી પોલીસ જહેમત ઉઠાવી રહેલ હતી.અને આરોપી મહીલાઓ પર હોય તેવું સીસીટીવીમાં જણાય આવે છે. આ બનાવ અંગે ધોરાજી પોલીસે તપાસ હાથ ધરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy