જુનાગઢ, તા. 23
હાલ કેશર કેરીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આ વર્ષે એક માસથી વધુ સમયમાં મોડી આવક થવા પામી છે. પ્રતિકુળ હવામાનના કારણે આંબે મોર મોડા બેઠા હતા અને ભારે તાપ-પવન કારણે મોર ખરી પડવા પામ્યા હતા.
ફળોની મહારાણી ગણાતી કેશર કેરીનો ભાવ હાલ ગત વર્ષ કરતા ઉંચો રહેવા પામ્યો હતો. ગત વર્ષે રૂા. 400થી લઇ 1000 રહેવા પામ્યો હતો જે આ વર્ષે ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પ દિવસથી યાર્ડમાં કેરીની આવક વધી રહી છે તેમજ હાફુસ કેરી પણ આવી રહી છે સારી ગુણવતાવાળી કેરીનો ભાવ 3000 10 કિલોના બોકસનો બોલાય રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy