(અશોક જોષી)
ગોંડલ તા.11
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે સમસ્ત ધડુક પરીવારના કુળદેવી ગેલ માતાજીના મંદિરે ચૈત્ર સુદ આઠમ તા.16 અને મંગળવારના રોજ મંદિર પટાંગણમાં શાસ્ત્રોકત વિધી સાથે સવારે શ્રી દેવતા પૂજન, શ્રી યજ્ઞકુંડ પૂજન, હેમાદ્રીશ્રવણ, સમૂહ નિવેદ, સમૂહભોજન સાથે શાસ્ત્રીજીના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન થયેલ છે.
યજ્ઞમાં બીડુ બપોરના 2-30 કલાકે હોમાશે. આ અલૌકિક યજ્ઞ કાર્યમાં સમસ્ત ધડુક પરીવારને ઉપસ્થિત રહી માતાજીના દર્શન, યજ્ઞના દર્શન, નૈવેદપ્રસાદનો લાભ લેવા ગેલ માતાજી મંદિર વ્યવસ્થા કમિટી વતી વિઠ્ઠલભાઈ ધડુકની યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy