જામ ખંભાળિયા, તા.8
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા મતદારો બહોળી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મહિલાઓ સંચાલિત 14 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહિલા સંચાલિત સખી મતદાન મથક, યુવા મતદાન મથક તેમજ દિવ્યાંગ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.
જે પૈકી 14 સખી મતદાન મથક ઉપર મતદાન યોજાયું હતું. જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.લોકશાહીને સશકત કરવામાં ચૂંટણી પ્રક્રિયા મહત્વનું યોગદાન આપે છે. તમામ મતવિસ્તારોમાં મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે યુવાનો, વયોવૃદ્ધ, દીવ્યાંગોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામના સગર્ભા મહિલા મતદાર આશાબેન દત્તાણીને ડોકટર દ્વારા આરામ કરવાની સલાહ આપવા છતાં લોકશાહીના અવસરમાં ભાગીદાર થઈ, અન્ય નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy