IPL ઇતિહાસમાં સૌથી ઝડપી 150+ રન ચેઝ થયા

58 બોલમાં 167 રન કરી, હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું : હેડ - અભિષેકની પાવર બેટિંગ : મુંબઈ IPL માંથી બહાર થનાર પ્રથમ ટીમ

India, Sports | 09 May, 2024 | 10:42 AM
માત્ર 9.4 ઓવરમાં રન ચેઝ કરી લીધા : 30 બોલમાં 89* રન કરનાર હેડ પ્લેયર ઓફ ધી મેચ જાહેર
સાંજ સમાચાર

હૈદરાબાદ : 
IPL-2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું. ટીમે 166 રનના ટાર્ગેટનો પીછો 9.4 ઓવરમાં વિના વિકેટ ગુમાવીને કર્યો હતો. IPLમાં 150+ સ્કોરનો આ સૌથી ઝડપી રન ચેઝ છે. અગાઉનો રેકોર્ડ ડેક્કન ચાર્જર્સના નામે હતો. ચાર્જર્સે 2008માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 12 ઓવરમાં 155 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.

SRH માટે ટ્રેવિસ હેડે 30 બોલમાં અણનમ 89 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેક શર્માએ 28 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા. બંનેએ 166 રનની સદીની ભાગીદારી કરી હતી. બંનેએ મળીને 16 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા. લખનઉના બોલરો એક પણ વિકેટ લઈ શક્યા ન હતા.

હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં લખનૌએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 165 રન બનાવ્યા હતા. એલએસજી તરફથી આયુષ બદોનીએ અણનમ 55 અને નિકોલસ પુરને અણનમ 48 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ હતી.

કેપ્ટન કેએલ રાહુલે 29 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે માત્ર 12 રનમાં 2 વિકેટ લીધી હતી. કેપ્ટન પેટ કમિન્સને સફળતા મળી, તેણે કૃણાલ પંડ્યાને પણ રન આઉટ કર્યો.

► આ જીત સાથે હૈદરાબાદ (14 પોઈન્ટ) પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે લખનૌ છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની બહાર થનાર પ્રથમ ટીમ બની છે.

► હૈદરાબાદે પાવરપ્લેમાં 107 રન બનાવ્યા, સિઝનમાં બીજી વખત 100નો આંકડો પાર કર્યો
► ટ્રેવિસ હેડે 5મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 16 બોલમાં અડધી સદી ફટકારી હતી. હેડે આ સિઝનમાં બીજી વખત 16 બોલમાં ફિફ્ટી પૂરી કરી છે.
► વર્તમાન સિઝનની 1000 સિક્સ 8મી ઓવરમાં પૂરી થઈ ગઈ છે. કૃણાલ પંડ્યાએ ઉનડકટની ઓવરમાં સતત બે સિક્સર ફટકારી હતી. તેણે ઓવરના ચોથા અને પાંચમા બોલને બાઉન્ડ્રીની બહાર લીધો.

આવી શરમજનક હાર...
લખનૌની ટીમના માલિક રાહુલ પર ગુસ્સે ભરાયા

Watch] Angry LSG Owner Rajiv Goenka Caught Scolding KL Rahul After  Humiliating Loss Vs SRH | cricket.one - OneCricketઆઈપીએલના બુધવારના મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે રેકોર્ડબ્રેક  જીત માંગી હતી. લખનૌ સુપર જાયન્ટસનો અત્યંત શરમજનક પરાજય થયો હતો. લખનૌ ટીમના માલીક સંજીવ ગોએન્કા આવી ભૂંડી હારથી કપ્તાન કે.એલ.રાહુલ પર રીતસર ગુસ્સે થયા હોય તેવું આ તસ્વીર સુચવે છે. મેચ પુર્ણ થયા બાદ તેઓએ રાહુલને ‘ડગ-આઉટ’માં રીતસર ઝાટકયો હોવાનું ચહેરા પરના હાવભાવ ચાડી ખાય છે. જો કે, રાહુલના ફેન્સમાં આ દ્રશ્ય પસંદ પડયુ ન હતું. સોશ્યલ મીડીયામાં ‘ધ્રુણાસ્પદ’ ગણાવ્યુ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj