અમેરિકામાં ફરી ગેરકાયદે પ્રવેશ કરતા 175 ભારતીયો ઝડપાયા

India | Ahmedabad | 09 May, 2024 | 05:28 PM
જમૈકા એરપોર્ટથી અટકાયત: દુબઈ પરત મોકલ્યા
સાંજ સમાચાર

ગાંધીનગર,તા.9
છેલ્લા ઘણાજ સમયથી ગેરકાયદે અમેરિકા જવાનો ક્રેઝ વધ્યો છે અને એજન્ટો દ્વારા યેનકેન પ્રકારે ગુજરાતીઓ સહિતના ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે લઈ જવાના જુગાડ કરતા રહે છે ત્યારે વધુ આખેઆખું પ્લેન ભાડે કરી કેટલાક ગુજરાતીઓ સહિતનું પ્લેન ફરી ઝડપાયું છે.જોખમ લઈ કેટલાય લોકો આ રીતે જાય છે અને રસ્તામાં મોતને ભેટે છે, છતાંપણ મોટી સંખ્યામાં લોકો અમેરિકા જઈ રહયા છે.

હજુ થોડા સમય પહેલા જ 303 ભારતીય મુસાફરો ભરેલું આખું પ્લેન ફ્રાન્સમાં ઝડપાઇ ગયા બાદ આજ પ્રકારે બીજું આખું પ્લેન જમૈકા એરપોર્ટ ઉપર ઝડપાઇ ગયુ હતું અને દુબઈથી કુલ 253 મુસાફર ભરીને ઉડાન ભરેલા પ્લેનને કેરેબિયન દેશ જમૈકા એરપોર્ટ ઉપરથી જ પરત દુબઈ રવાના કરી દેવામાં આવ્યા છે.

જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ ઉપર જ્યારે તા. 2 મે, ગુરુવારે એક પ્લેન લેન્ડ થયું ત્યારે એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતાં પ્લેનની તપાસ દરમિયાન 253 જેટલા મુસાફરો સવાર હતા જે પૈકીના મુસાફરોમાં મોટા ભાગના ભારતીયો તેમાં કેટલાક ગુજરાતીઓ અને ઉઝબેકિસ્તાન તેમજ રશિયન મુસાફરો જણાયા હતા જે તમામ મુસાફરો અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની પેરવીમાં હોવાનું જણાયું હતું.

આ પ્લેન દુબઈથી ઉડાન ભરીને ઇજિપ્તના કેરો એરપોર્ટ ખાતે પહોંચ્યું જ્યાંથી ઉઝબેકિસ્તાનના નાગરિકો બેઠા હતા. બાદમાં આ પ્લેન જ્યારે જમૈકા પહોંચ્યુ ત્યારે તે શંકાના આધારે ઝડપાઇ ગયું. આ પ્લેન મૂળ જર્મન કંપની યુએસસી (યુનિવર્સલ સ્કાય કરિયર)નુ એરબસ A340 છે અને તેમાં જર્મન ક્રૂ-મેમ્બર હોવાનું જણાતા તે અંગે જર્મન એમ્બેસીને જાણ કરાઈ હતી

પ્રાથમિક તપાસ દરમિયાન મુસાફરો પાસે કોઈ જરૂરી દસ્તાવજો નહી મળતાં પ્લેનને એરપોર્ટ ઉપર રોકી દઈ જમૈકાના સત્તાવાળાઓ દ્વારા આટલા બધા મુસાફરોને રાખવા માટે ડિટેન્શન સેન્ટર કે રિમાન્ડ રૂમ ન હોવાથી તેમને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુસાફરોને કિંગ્સટનની ફોર સ્ટાર હોટલ  ROKમાં રાખવામાં આવ્યા હતા.

મંગળવારે સવારે રેડિયો જમૈકા ન્યૂઝના અપડેટમાં, જર્મન રજિસ્ટર્ડ યુએસસી એરલાઇન ચાર્ટર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ક્લાઉસ માર્ટિને જણાવ્યું હતું કે કેટલાક મુસાફરો તેમના ઑનલાઇન વિઝાની રાહ જોઈ રહ્યા હતા, જેમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગે છે.

હૈતીયન આશ્રય શોધનારાઓની તુલનામાં બે વિદેશીઓની સારવારમાં દેખીતી અસમાનતા અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવતા, કર્નલ ડર્બીએ સમજાવવાની માંગ કરી કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં એવા સંજોગો છે કે જેમાં ધોરણો અને ભલામણ પ્રક્રિયાઓ છે જે જમૈકામાં આગમનની અન્ય પરિસ્થિતિઓથી તદ્દન અલગ છે .

આ આખા પ્રકરણમાં ગુજરાતના ચાર એજન્ટોની ભૂમિકા હોવાનું કહેવાય છે. બીજું કે પ્લેન જમૈકા પહોંચ્યું ત્યારે તેઓ પાસે ત્યાં પ્લેન લેન્ડ કરવા માટેની કોઈ મંજૂરી કે દસ્તાવેજ જ નહોતા. એમ છતાં કોઈ કારણોસર એરપોર્ટ ઓફિસરોએ પ્લેનને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj