ફૂડ લાઇસન્સ ચકાસણી માટે 22 ધંધાર્થીઓને ત્યાં મનપાના ધામા: દાવત જીરા, મોકટેલ,ઓરેંજ, લેમન ફ્લેવર ડ્રિંકના નમુના લેવાયા

Local | Rajkot | 26 April, 2024 | 04:54 PM
સાંજ સમાચાર

રાજકોટ:તા 26 
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ક્રિસ્ટલ મોલ થી આકાશવાણી ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ." જેમાં 4 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 19 નમૂનાની ચકાસણી કરવામાં આવી છે. 

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ક્રિસ્ટલ મોલ થી આકાશવાણી ચોક વિસ્તારમાં આવેલ જલારામ ખમણ , બાલાજી ઘૂઘરા , ગાંધી સોડા શોપ શુભ બ્રેકફાસ્ટ -લાઇસન્સ  ની ચકાસણી કરવામાં આવી હતી. 

આ રાજ સેન્ડવીચ ,નેશનલ ચાઇનીઝ પંજાબી ,GJ 5 સેન્ડવીચ ,શંકરવિજય ડેરી ફાર્મ ,પટેલ ડાઈનીંગ હોલ ,શિવ ઢોસા  પાઉંભાજી ,કૃશ કાફે ,સંતુષ્ટિ શેક ,ટી સ્ટેશન , સંતુષ્ટિ શેક (યાજ્ઞિક રોડ વાળા) ,પાંડેજી ,વર્લ્ડ ઓફ વેફલ્સ ,જય ભવાની વડાપાઉં ,ઢોસા હબ ,22 પેરેલલ, જલારામ આલ્પાહાર ,જોગમાયા આલ્પાહાર ,ટ્વીલાઇટ સોડા સહિત 22 જગ્યાએ લાયસન્સ ની ચકાસણી કરાય હતી.

ફૂડ વિભાગ દ્વારા  ચાર જગ્યાએ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં દાવત ની જીરા ફ્લેવર ડ્રિંક ના  ખોડિયાર સેલ્સ એજન્સી, બાપુનગર, જીલ્લા ગાર્ડન રોડ, શેરી નં.4, રાજકોટ ખાતે અને દાવત ની મોકટેલ,ઓરેંજ  લેમન જ્યુસ બેસ્ડ ડ્રિંક ના શ્રી ખોડિયાર સેલ્સ એંજન્સી, બાપુનગર, જીલ્લા ગાર્ડન રોડ, શેરી નં.4, રાજકોટ ખાતે થી અને સાસુજી કા ઢાબા, આલાબાઈનો ભઠ્ઠો, મહિલા કોલેજ ચોક, કિશાનપરા રોડ ખાતે થી પનીર તુફાની (પ્રિપેર્ડ સબ્ઝ-લુઝ) ક્રિષ્ના ડેરી ફાર્મ, અંકુરનગર મે. રોડ, વૃંદાવન સોસાયટી શેરી નં.4, મવડી ખાતેથી શુધ્ધ ઘી (લુઝ) માંથી નમૂના લેવા મા આવ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj