ચેલેન્જ સ્વીકારો અને પડકારોનો દરિયો પાર કરો.....

કર્ણાટકના હુબલીની 22 વર્ષીય યુવતી બાઈક પર 12 જયોર્તિલિંગની યાત્રા પર: સોમનાથ મહાદેવના દર્શને આવી

Local | Veraval | 04 May, 2024 | 01:58 PM
સાંજ સમાચાર

(દેવાભાઈ રાઠોડ) 
પ્રભાસ પાટણ,તા.4

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે કર્ણાટકના હુબલી ગામની 22 વર્ષિય યુવતી ભાગીરથ રમેશ અજગોડે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભાગીરથી નામ ની યુવતી તેઓ 20 દિવસમાં ભારતના તમામે તમામ બાર જ્યોતિર્લિંગ અને સાથે કોઇપણ નહીં તેવી બાઇક યાત્રા કરતી એકલી યુવતી બાઇકયાત્રા કરી વિશ્ચ રેકોર્ડમાં સ્થાન મેળવવા મહેનત કરી રહી છે.

કર્ણાટકના હૂબલીના રહેવાસી તેઓ ત્યાં એન. સી. સી. ભરતીમાં ગયા હતાં જે તેનુ સ્વપ્ન હતું પરંતુ તેને બે વરસ વધુ હોઈ ઉંમર બાધ કારણે પસંદગી ન થતાં હતાશા થઈ પ્રથમ તબક્કે નિરાશા અને ગુસ્સો પણ થયો પણ બીજી જ પળે તેને ભગવાન ભોળનાથ ને યાદ કર્યો અને નક્કી કર્યુ કે "ચેલેન્જ સ્વીકારો અને પડકારોનો દરિયો પાર કરો"
અને ભારતના બાર જ્યોતિર્લિંગોની બાઈક ઉપર 20 દિવસમાં અને એ પણ માત્ર એકલી યુવતી કોઇ સાથે નહીં તેવી બાઇક યાત્રા કરી આટલા દિવસમાં કોઇ યુવતીએ બાઇકયાત્રા આ રીતે કરી વિશ્ચ રેકોર્ડમાં નામ નથી તે રેકોર્ડ બનાવવા યાત્રા શરૂ કરી.

તા 25 એપ્રિલ હુબલીથી સવારે 9 વાગ્યે યાત્રા નો પ્રારંભ થયો દરરોજ 500 થી 550 કીલોમીટર યાત્રા કરે છે પિતા રમેશ અને માતા સીમા ના તેમને આર્શીવાદ છે. જેથી યુવતી એ અત્યારે સુધી 25 એપ્રિલ થી 1 મે સુધી છ જ્યોતિર્લિંગ ની યાત્રા પુર્ણ કરી અને સોમનાથ પહોંચી છે હવે તેઓ નાગેશ્ચર તરફ પ્રયાણ કર્યું છે.
 

એકજ ધૂન
સોલો રાઇડઝની બાઇક રોયલ ઇન્ફીલ્ડ છે. દરરોજ સવારે ત્રણ વાગ્યે ઉઠી ધ્યાન યોગ કરી ગાડી ને સ્નાન સફાઇ કરી સવારે 5:30 વાગ્યે સફર શરૂ જે 12 વાગ્યા સુધી અને સાંજ 4:30 થી 6:30 સુધી સફર કરે છે જેમાં પોતાની બાઇક ની સ્પીડ 80થી 100 કીમી ની હોય છે બસ એક જ ધુન આ સફર પુર્ણ કરવો છે.

(તસ્વીર: દેવાભાઈ રાઠોડ) 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj