રાજકોટ સહિત રાજયમાં આજે હિટવેવની આગાહી વચ્ચે સવારમાં જ 24થી30 ડીગ્રી તાપમાન

Gujarat, Saurashtra | Rajkot | 07 May, 2024 | 01:57 PM
અમદાવાદ-સુરેન્દ્રનગરમાં ગઈકાલે 41 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયુ
સાંજ સમાચાર

રાજકોટ તા.7
આજરોજ લોકસભાની ચુંટણીનાં ગરમાવા વચ્ચે મોડી સવારથી જ રાજકોટ સહિત વિવિધ સ્થળોએ ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે હિટવેવની આગાહી છે.

દરમ્યાન ગઈકાલે અનેક સ્થળોએ 40થી41 ડીગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. ગઈકાલે અમદાવાદ ખાતે 41.2 ડીગ્રી અમરેલીમાં 40.7, વડોદરામાં 39.4, ભાવનગરમાં 38.6, ભુજમાં 39.6, છોટા ઉદેપુરમાં 39.4, દાહોદમાં 38 તથા ડિસામાં 39.2 ડીગ્રી અને ગાંધીનગર ખાતે 40.6 તથા પોરબંદરમાં 34.4, રાજકોટ શહેરમાં 40.8 અને સુરેન્દ્રનગર ખાતે 41.3 ડીગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આજે હિટવેવની આગાહી વચ્ચે સવારથી જ રાજકોટ સહિત રાજયનાં અનેક સ્થળોએ 24થી30 ડીગ્રી સુધીનું તાપમાન નોંધાવા પામ્યું હતું. તેમજ જામનગર લોકસભાની બેઠક ઉપર આજે મતદાનના દિવસે રાજકીય ગરમાવો હોય તે સ્વભાવિક છે. ત્યારે કુદરતી રીતે આજે શહેરનું મહતમ તાપમાનનો પારો 36 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 14.5 કિમિ રહી છે.

જામનગરના તાપમાનમાં સતત વધઘટ રહે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં મહતપ તાપમાનમાં 3 ડિગ્રીના વધારા સાથે   પારો 36 ડિગ્રી નોંધાયો હતો.તો લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી રહ્યો છે.તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 14.5 કિમિ નોંધાઇ હતી. જામનગરમાં મહતપ તાપમાન  36 ડિગ્રી હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું.

જો કે પવનની ગતિ પણ 14.5 કિમિ રહેતા ગરમીમાં આંશિક રાહત જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે હિટવેવની આગાહી કરી હોય બપોરે સૂર્યનારાયણ નો આકરો તાપ પડે તેને અનુસંધાને તત્ર દ્રારા આરોગ્ય વિભાગની  સૂચના મુજબ  ઓઆરએસ  સહિતની મેડિકલ ટીમ તૈનાત રાખી છે. જો કે તાપ અને ગરમીને ધ્યાને રાખીને મતદારોએ મતદાન કરવા સવાર થી જ મતદાન મથકે પહોંચ્યા હતા.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj