સાસણમાં મતદાન જાગૃતિ અભિયાનમાં જીપ્સીનાં 250 ડ્રાઈવરોએ મતદાન માટેના શપથ લીધા

Local | Junagadh | 15 April, 2024 | 04:38 PM
જંગલ સફારીમાં મતદાન જાગૃતિના સ્ટીકર લગાવી મતદાન માટે અપીલ
સાંજ સમાચાર

જૂનાગઢ,તા.15
 

આગામી 7 મેં ના રોજ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે તેમાં વધુને વધુ મતદાન થાય એ માટે સિંહો માટે સુપ્રસિદ્ધ દેશ દુનિયાનું ટુરિસ્ટ હબ સાસણમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલ રાણાવાસીયાની  ઉપસ્થિતિમાં યોજાયો હતો. 
આ તકે સાસણમાં દેવળીયા પાર્ક સફારીનાં સિંહ દર્શન માટે ફરતી 250 થી પણ વધુ જીપ્સી ગાડીના  ડ્રાઈવર તેમજ ગાઈડ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

દેવળીયા પાર્ક સફારીનાં જીપ્સી ગાડીના  ડ્રાઈવર એસોસિયેશનના પ્રમુખશ્રી જુમાભાઈ કટિયા અને રાજેશભાઈ ધોકડિયાનું  મતદાનનાં બેઇઝ ક્લેક્ટર શ્રી એ પહેરાવ્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલ રાણાવાસીયાએ જણાવવામાં હતું કે જૂનાગઢની ઓળખ સમા સાસણમાં પણ વધુને વધુ મતદાન થાય તેવા ઉદ્દેશથી અહી મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો છે. દેશ અને વિદેશના પ્રવાસીઓ અહીં મોટા પ્રમાણમાં સુ: દર્શન માટે આવતાં હોય છે, જેથી જંગલ સફારીમાં જીપ્સી ઉપર પર મતદાન જાગૃતિ માટેના સ્ટીકર લગાવવાથી ચૂંટણીનો માહોલ બને અને વધુ ને વધુ લોકો મતદાન કરવા પ્રેરાશે.
કલેકટરએ  જૂનાગઢ જિલ્લાની 7  વિધાન સભા ક્ષેત્ર, કુલ 1850  જેટલા મતદાન મથકો, 18  લાખ જેટલા મતદારો,   મહિલા - દિવ્યાંગ - યુવા સંચાલિત મતદાન મથકો, પોલિંગ- પ્રિસાઇડિંગ સ્ટાફ, મતદાન મથકોમાં પીવાના પાણી, વ્હીલચેર, છાંયડો, સહિતની સુવિધાઓ વિશે સાસણવાસીઓને વાકેફ કર્યા હતા. 

કલેકટરએ કહ્યું હતું કે, આ તમામ ચૂંટણી તંત્રની કામગીરી ત્યારે જ સાર્થક થાય જો વધારેમાં વધારે પ્રમાણમાં મતદારો મતદાન  કરે. મતદાનમાં બહેનોનું મતદાન વધુમાં વધુ થવું જોઈએ. મતદાનમાં ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય ઓળખ કાર્ડથી પણ મતદાન કરી શકાશે. જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાતે ઉપસ્થિત ડ્રાઇવરો અને ગાઈડને જણાવ્યું હતું કે લોકશાહીના આ ચૂંટણીના પર્વમાં વધુને વધુ લોકોએ મતદાન કરી યોગ્ય શાસકો જ પસંદ કરવા જોઈએ. 
જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા દ્વારા કલેક્ટર અનિલ રાણાવાસીયા તેમજ ડીડીઓ નીતિન સાંગવાન, એજયુ ઈન્સપેકટર, જલ્પાબેન, વિપુલભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj