રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં આચારસંહિતા બાદ 3.64 કરોડનો દારૂ પકડાયો

Crime | Rajkot | 20 April, 2024 | 10:34 AM
► રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી અનુસંધાને આગોતરા આયોજન સાથે કામગીરી કરાઈ
સાંજ સમાચાર

► ગેરકાયદેસર હથીયારધારાના 20 કેસ કરવામાં આવેલ, જેમાં 20 હથીયાર તેમજ 28 કારતુસ કબ્જે કરાયા : 4,056 નોનબેલેબલ વોરંટોની બજવણી કરવામાં આવી

રાજકોટ, તા.20

રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં આચારસંહિતા બાદ 3.64 કરોડનો દારૂ પકડી લેવામાં આવ્યો છે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી અનુસંધાને આગોતરા આયોજન સાથે કામગીરી કરાઈ હતી.

ભારતીય બનાવટના ઇંગ્લીશ તેમજ દેશી દારૂના મળી કુલ 3,129 કેસો કરવામાં આવ્યા અને આરોપીઓ પાસેથી કુલ રૂ.3 કરોડ 64 લાખ 14 હજાર 491નો ઇંગ્લીશ તથા દેશીદારૂ કબ્જે કરાયો હતો. દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.3 કરોડ 69 લાખ 03 હજાર 909નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પાંચ જિલ્લામાં 133631 દરની બોટલો, 24472 લીટર દેશી દારૂ પકડાયો હતો.

અટકાયત અંગે જિલ્લા મુજબ થયેલી કામગીરી જોઈએ તો સુરેન્દ્રનગરમાં 15245 સામે અટકાયતી પગલા લેવાયા. 124 તડીપાર, 60 પાસા અને 977 શખ્સની દારૂના ગુનામાં અટકાયત થઈ હતી. મોરબી જિલ્લામાં 6166 અટકાયતી પગલા, 51 તડીપાર, 22 પાસા અને 521 દારૂના આરોપીની અટકાયત થઈ હતી. રાજકોટ ગ્રામ્યમાં 13508 અટકાયતી પગલા, 158 તડીપાર, 70 પાસા, 1042 દારૂના કેસમાં અટકાયત થયેલી. જામનગર જિલ્લામાં 6696 અટકાયતી પગલાં, 86 તડીપાર, 51 પાસા, 1072 દારૂના કેસમાં આરોપીની અટકાયત કરવામાં આવેલી. દેવભુમિ દ્વારકા જિલ્લામાં 5650 અટકાયતી પગલાં, 30 તડીપાર, 25 પાસા અને 583 આરોપીની દારૂના ગુનામાં  અટકાયત થયેલી. આમ કુલ રેન્જના પાંચ જિલ્લામાં 47265 સામે અટકાયતી પગલાં લેવાયા, 449 શખ્સને તડીપારની દરખાસ્ત અને 228ને પાસાની દરખાસ્ત તેમજ 4195 આરોપીની દારૂના કેસમાં અટકાયત થઈ હતી.

રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં આચારસંહિતા બાદ 4,056 નોનબેલેબલ વોરંટોની બજવણી કરવામાં આવેલ છે. જે કુલ વોરંટોના 80 ટકા બજવણી કરવામાં આવેલ છે અને બાકી રહેલ વોરંટોની બજવણી પ્રકિયા હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.  ઉપરાંત ગેરકાયદેસર હથીયારધારાના 20 કેસો કરવામાં આવેલ છે જેમાં 20 હથીયાર તેમજ 28 કાર્ટીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગરમાં 6 હથિયાર અને 2 કારતુસ, મોરબી જિલ્લામાં 8 બંદૂક, રાજકોટ ગ્રામ્ય માં 3 પિસ્તોલ 6 કારતુસ, જામનગર જિલ્લામાં 2 હથિયાર, દેવભુમિ દ્વારકા જિલ્લામાં 1 બંદૂક સાથે આરોપી પકડાયો હતો.નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવેલ છે. જે અનુસંધાને ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ આજદિન સુધીમાં કુલ 39 નાસતા-ફરતા આરોપીઓને અટક કરવામાં આવેલ છે.

ઉપરાંત આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે દરેક જિલ્લા ખાતે ક્ધટ્રોલરૂમમાં ઇન્ચાર્જ તરીકે યોગ્ય અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. ક્ધટ્રોલરૂમ ખાતે ઉમેદવારો અને જાહેર જનતા તરફથી કરવામાં આવતી તમામ ચૂંટણીલક્ષી ફરીયાદો ઉપર તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે અને આ તમામ ક્ધટ્રોલરૂમ ઉપર રેન્જ કચેરી ખાતેથી સતત મોનીટરીંગ રાખવામાં આવશે. જિલ્લાઓમાં રહેલા હિસ્ટ્રીશીટરો, એમ.સી.આર., માથાભારે શખ્સો ઉપર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવશે અને તમામ ઉપર જરૂરી અટકાયતી પગલા લેવામાં આવશે. 

રેન્જ આઈજી દ્વારા જનતાને અપીલ
રેન્જ આઈજી દ્વારા આગામી લોકસભા ચૂંટણી શાંતિમય રીતે તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાઇ અને આર્દશ આચારસંહિતાનું અમલીકરણ થાય તે હેતુસર જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, જાહેર જનતાએ કોઇ પણ જાતની ખોટી અફવાઓ ઉપર ધ્યાન આપવુ નહીં. આવી અફવાઓની જાણકારી મળતા તુરંત જ પોલીસને માહિતગાર કરવી.

ગેરકાયદેસર કેફી પ્રવાહી, ગેરકાયદેસર હથિયાર તથા ડ્રગ્સ કે જાલીનોટની હેરફેર વિશે કોઇ પણ જાતની માહીતી મળતા તુરંત જ પોલીસને જાણ કરવી. માથાભારે ઇસમો કે અસામાજિક ઇસમો દ્વારા કોઇ પણ જાતનો ભય ફેલાવવાનો પ્રયાસ થાય તો તુરંત જ પોલીસને જાણ કરવી. સોશ્યલ મીડિયા જેવા કે વોટ્સઅપ, ઇન્સટાગ્રામ, ફેસબુક, ટવીટર વિગેરે ઉપર કોઇ પણ જાતની ધાર્મિક લાગણી દુભાય તેવી કોઇ પોસ્ટ, ઓડીયો કે વિડીયો આપના ધ્યાન ઉપર આવે તો તુરંત જ આપની નજીકના સાયબર સેલ, પોલીસ સ્ટેશનમાં અથવા ક્ધટ્રોલ રૂમ ખાતે તાત્કાલીક જાણ કરવા અને તમામ મતદારો દ્વારા વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

47,265 અસામાજિક તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલાં
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ચૂંટણી અનુસંધાને 47,265 અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે. જેમાં 228 આરોપીઓ ઉપર પાસા દરખાસ્તો તથા 449 આરોપીઓ ઉપર હદપારીની દરખાસ્તો મુકેલાનો પણ સમાવેશ થયેલ છે. 

લાયસન્સ વાળા 8,065 હથિયાર કબ્જે લેવાયા
રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં પરવાના વાળા કુલ 8,080 લાયસન્સ વાળા હથીયારો આવેલા છે. જે પૈકી કુલ 8,065 લાયસન્સ વાળા હથીયારો જમા લઇ લેવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj