જામનગરના માધવબાગ-1 વિસ્તારની સોડાશોપમાંથી 30 હજારની ચોરી

Local | Jamnagar | 16 April, 2024 | 03:17 PM
સાંજ સમાચાર

જામનગર તા.16

જામનગરના સાંઢીયાપુલ નજીક આવેલ માધવબાગ-01 કોપર સીટી બીલ્ડીંગમા શોપ નં-05 ની હરસિધ્ધી સોડા શોપ નામની દુકાનમા ચોરીની ઘટના સામે આવી છે. મહિલા દુકાનદારનું ધ્યાન હટાવી 30 હજારની રોકડની ચોરી કરી ગયાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સાંઢિયા પુલ નજીક આવેલ હરસિદ્ધિ સોડા શોપ માં હિરેનભાઇ રમેશભાઇ કણઝારીયાના પત્ની સંગીતાબેન સોડા શોપમાં વેપાર કરતાં હતાં. આ દરમિયાન બે અજાણ્યા શખ્સો ત્યાં ઘુસી ગયા હતા. જ્યા સંગીતા બેનને કામમાં વ્યસ્ત રાખી તેણીની નજર ચુકાવી હતી.

બાદમાં દુકાનના ટેબલના ખાનામા પડેલ ધંધાના રોકડા રૂપિયા 30,000 તથા જરૂરી ડોકયુમેન્ટ વાળુ પાકીટ સેરવી ચાલ્યા ગયા હતા. આ મામલે હિરેનભાઇ રમેશભાઇ કણઝારીયા (ઉવ.38 ધંધો.વેપાર રહે.ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં-12 પ્લાઝમા સ્કુલની સામે જામનગર)એ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી તપાસી કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ પ્રકરણની સીટી સી ડિવિઝન પોલીસ મથકના એસ.એમ.સિસોદીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj