ક્ષત્રિય રાજપૂત સમાજ લડતવાળી હાલાર બેઠકમાં ઉચું મતદાન

જામનગર લોકસભા બેઠક ઉપર બપોર સુધીમાં 34.72 ટકા મતદાન નોંધાયું

Saurashtra, Lok Sabha Election 2024 | Jamnagar | 07 May, 2024 | 03:31 PM
જામનગર ગ્રામ્યમાં 37.27 કાલાવડમાં 36.48, જામનગર ઉત્તર 35.7, દક્ષિણ 33.23, જામજોધપુર 35.67, ખંભાળિયા 33.86 અને દ્વારકામાં 31.46 ટકા મતદાન
સાંજ સમાચાર

જામનગર,તા.7
લોકસભાની ચૂંટણીનાત ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે જામનગર લોકસભા બેઠક ઉપર પણ 1881 બુથોમાંથી જામનગર જિલ્લાના 1247 બુથ ઉપર મતદાનનો પ્રારંભ થયો હતો. મતદાનના પ્રથમ બે કલાકમાં સરેરાશ 8.66 ટકા મતદાન થયા બાદ મતદાનમાં સતત વધારો થયો હતો અને બપોરના 1 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 34.72 ટકા નોંધાયું છે.

  જામનગર લોકસભા બેઠક ઉપર પણ આજે સવારે સાત વાગ્યાથી 1881 બુથ ઉપર મતદાનનો પ્રારંભ થયો છે. જામનગર જિલ્લામાં 1247 બુથ ઉપર આજે મતદાન થઇ રહ્યું છે. પ્રથમ બે કલાકમાં સરેરાશ 8.66 ટકા મતદાન થયું હતું. જેમાં કાલાવડમાં 11.86, જામનગર ગ્રામ્યમાં 9.60, જામનગર ઉત્તરમાં 8.12, જામનગર દક્ષિણમાં 7.49, જામજોધપુરમાં 9.74 ખંભાળિયામાં 7.25 અને દ્વારકા વિધાનસભા બેઠકમાં 6.17 ટકા મતદાન થયું હતું.   આ પછી બીજા બે કલાકમાં અનેક મહાનુભાવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો .

જેમાં સાંસદ, ભાજપ અગ્રણીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અન્ય ક્ષેત્રના આગેવાનોનો સમાવેશ થાય છે. જામનગર બેઠકની વાત કરીએ તો 70 વર્ષથી વધુ વયના અનેક વરિષ્ઠ નાગરિકોએ પોતાની મતદાતા તરીકેની ફરજ નિભાવી હતી તો બીજી તરફ અનેક નવયુવા મતદારોએ સૌ પ્રથમ વખત આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં હરખભેર જોડાયા હતા. 

આજે સવારે 7 થી 9 દરમ્યાનના પ્રથમ બે કલાકમાં જામનગર લોકસભા બેઠક ઉપર થયેલ સરેરાશ મતદાન 8.66 ટકા જેટલું હતું. વિધાનસભા મતવિસ્તાર મુજબ પ્રથમ બે કલાકમાં થયેલ મતદાન જોઇએ તો કાલાવડમાં 11.86, જામનગર ગ્રામ્યમાં 9.60, જામનગર ઉત્તર 8.12, જામનગર દક્ષિણ 7.49, જામજોધપુર 9.74, ખંભાળિયા 7.75 અને દ્વારકામાં સૌથી ઓછુ 6.17 ટકા મતદાન થયું હતું. આમ એકંદરે પ્રથમ બે કલાકમાં ઉત્સાહ પ્રેરક મતદાન થયું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

આ પછી સવારે 11 વાગ્યે પુરા થતા ચાર કલાકમાં કુલ સરેરાશ મતદાન 21.14 ટકા નોંધાયું હતું. વિધાનસભા વિસ્તાર પ્રમાણે જોઇએ તો સૌથી ઉંચુ મતદાન કાલાવડમાં 26.43 ટકા અને સૌથી નીચુ મતદાન દ્વારકામાં 11.69 ટકા જેટલા રહ્યાનું જાણવા મળે છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્યમાં 23.72 ટકા, જામનગર ઉત્તરમાં 21.31 ટકા, જામનગર દક્ષિણમાં 19.83 ટકા, જામજોધપુરમાં 23.77 ટકા અને ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં 21.25 ટકા જેટલુ મતદાન થયું હતું. 

આ પછી વધુ બે કલાકમાં મતદાનનો પ્રવાહ પ્રમાણમાં વધતા બપોરે 1 વાગ્યા સુધીમાં જામનગર બેઠકનું કુલ સરેરાશ મતદાન વધીને 34.72 ટકા જેટલુ થઇ ગયું હતું. વિધાનસભા બેઠક પ્રમાણે જોઇએ તો કાલાવડમાં 36.48, જામનગર ગ્રામ્યમાં 37.27, જામનગર ઉત્તરમાં 35.07, જામનગર દક્ષિણમાં 33.23, જામજોધપુરમાં 35.67, ખંભાળિયામાં 33.86 અને દ્વારકામાં 31.46 ટકા મતદાન થયું હતું. 

જે પ્રમાણે મતદાનમાં સતત વધારો થઇ રહ્યો છે તે જોતા સાંજે 6 વાગ્યે મતદાનનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં જામનગર લોકસભા બેઠકનું મતદાન 60 ટકાથી વધી જશે તેમ મનાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj